Abtak Media Google News

દારૂ બાઈક અને મોબાઈલ મળી રૂ.૧ લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ જિલ્લામાં દારૂ-જુગારની બદી ડામવા જિલ્લા પોલીસવડા અંતરિપ સુદે આપેલી સુચનાને પગલા ધોરાજી પોલીસે સુપેડી ગામે વાડીમાં દરોડો પાડી ૪૩૭ બોટલ દારૂ સાથે ત્રણ શખસોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધોરાજી તાલુકાના સુપેડી ગામે રહેતા મુકેશ મોહન રોજાસરાએ મિત્રની વાડીએ વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યા હોવાની પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડયો હતો.વાડીમાં છૂપાવેલો દારૂનો જથ્થો કબજે કરી મુકેશ મોહન રોજાસરાની ધરપકડ કરી પ્રામિક પુછપરછમાં આ દારૂનો જથ્થ સચીન રસીક વાઘેલા અને દિગુભા મનુભા જાડેજા આપી ગયાનો અને વધુ જથ્થાની ડિલીવરી કરવા આવવાના હોવાની હકીકતના આધારે ભોળી ગામ પાસે વોંચ ગોઠવી હતી.

પોલીસની વોચ દરમિયાન શંકાસ્પદ હાલતમાં નિકળેલા બાઈકને અટકાવી તલાશી લેતા દા‚નો જથ્થો સો બંન્ને શખસો મળી ત્રણ શખ્સોની ધરપકડ કરી પોલીસે ૪૩૭ બોટલ દારૂ બાઈક અને મોબાઈલ મળી રૂ.૧.૦૬ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ પીએસઆઈ જે.વી.વાઢીયા અને સ્ટાફ અનિરુધ્ધસિંહ, ઘનશ્યામસિંહ, ચંદ્રસિંહ અને વિજયભાઈ ચાવડા સહિતે કામગીરી બજાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.