કચ્છ સરહદે ૩૦ ગીગાવોટ સોલાર પાવર પ્લાન્ટનું નિર્માણ થશે

164

ખેતીલાયક જમીન વધુ બગડે નહીં તથા સરહદ પાસે બંજર પડેલી જમીનનો ઉપયોગ થાય તે હેતુસર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય

કેન્દ્ર સરકાર દેશની અર્થવ્યવસ્થાને વધુને વધુ મજબુત બનાવવા માટે તનતોડ પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે આગામી સમયમાં કચ્છ સરહદ અને દેશનાં પશ્ચિમી સરહદીય વિસ્તાર પર સોલાર તથા વિંડ ફાર્મ ઉભા કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જે આગામી ૧૮ માસ બાદ કામગીરી શરૂ કરવામાં આવશે તેવું સ્પષ્ટપણે જાણવા મળી રહ્યું છે ત્યારે ભારત રીવીએનેબલ એનર્જી પ્રોજેકટને ધ્યાને લઈ પશ્ચિમી સરહદીય વિસ્તાર પર વિંડ અને સોલાર પ્લાન્ટ ઉભા કરવાનો નિર્ણય લીધો છે ત્યારે આર્થિક મંદીનાં કારણે દેશે ઓઈલ અને પોલમાં અનેકવિધ રીતે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે ત્યારે આ પ્રકારનાં સોલાર અને વિંડ ફાર્મ ઉભા કરવાથી સરકારને અનેકવિધ પ્રકારે ફાયદો થશે અને દેશની અર્થવ્યવસ્થામાં પણ સુધારો થશે. વિગતવાર જો વાત કરવામાં આવે તો ગુજરાત ખાતે ૩૦ ગીગા વોટની ક્ષમતાવાળા સોલાર પ્લાન્ટ સ્થાપવામાં આવશે. રાજસ્થાનમાં ૨૫ ગીગા વોટની ક્ષમતાવાળા સોલાર પ્લાન્ટ સ્થપાશે.

આ તકે સરકારે જણાવ્યું હતું કે, કચ્છ સરહદીય વિસ્તાર અનેકવિધ એકરોમાં જમીનોમાં બંજર પડેલી છે જેથી તે જમીનનો ઉપયોગ કરી અને ખેતીલાયક જમીનનો બગાડ ન થાય તે હેતુસર આ દિશામાં પગલા લેવામાં આવી રહ્યા છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા માન્યતા મળ્યા બાદ સોલાર પ્લાન્ટ અને વિંડ ફાર્મ પરની કામગીરી શરૂ કરવામાં આવશે ત્યારે સરકારી સુત્રોનાં જણાવ્યા મુજબ આ પ્રોજેકટ આવનારા ૧૮ માસ બાદ શરૂ થાય તેવી આશા સેવાઈ રહી છે. પ્રોજેકટ અમલી બનતાની સાથે જ દેશમાં જે કાર્બન ફુટ પ્રિન્ટમાં ઘટાડો જોવા મળશે અને ૨૦૧૫નાં પેરિસ એગ્રીમેન્ટમાં નોંધાયેલી જોગવાઈઓને પણ દેશ પરિપૂર્ણ કરશે. હાલ ભારત માત્ર તેમનાં ઉર્જામાંથી ઉત્પાદનમાંથી ૨૩ ટકા ઉર્જા રીવીએનેબલ સોર્સ માંથી મેળવી રહ્યું છે જેમાં સોલાર અને વિંડ એનર્જીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

પાવર અને રીનીએબલ એનર્જીનાં મંત્રી આર.કે.સિંગે જણાવ્યું હતું કે, ભારતે રીનીએબલ એનર્જીમાં ૮૦ ગીગા વોટની ક્ષમતાને પાર કરી છે જે આગામી ૩ વર્ષમાં ૧૭૫ ગીગા વોટને પાર થશે જે સ્વપ્ન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જોવામાં આવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, આ ક્ષેત્રમાં ખાનગી રોકાણકારોનું રોકાણ ખુબ જ નિમ્ન છે. આ તકે થીંક ટેન્ક ગેટ-વે હાઉસનાં અમિત ભંડેરીએ જણાવ્યું હતું કે, રીનીએબલ એનર્જી પ્રોજેકટ માટે ખેતી તથા ફોરેસ્ટની જમીનો યોગ્ય નથી. વિદેશની નામાંકિત કંપનીઓ જેવી કે ફ્રાંસની ટોટલ અને સાઉદી અરેબીયાની આરએમકો ભારતીય કંપનીનાં સ્ટેકની ખરીદી કરી રહી છે જેનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે, ભારત દેશમાં વિદેશી કંપનીઓ કે જે ઉર્જા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે તેઓને ઘણો ખરો સ્કોપ જોવા મળી રહ્યો છે અને તે દિશામાં તેઓ પગલા પણ લઈ રહ્યા છે.

Loading...