Abtak Media Google News

રેલવે લાઈનથી નાનામવા ટીપી સ્કીમ નં.૩ની બાઉન્ડ્રી સુધી અંદાજે ૧૨૦૦ મીટર સુધી રોડ પહોળો કરાશે

શહેરમાં સતત વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે મહાપાલિકા દ્વારા અલગ અલગ રાજમાર્ગોને પહોળા કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત શહેરનાં અમીન માર્ગને રેલવે લાઈનથી પશ્ર્ચિમ દિશા તરફ ટીપી સ્કીમ નં.૩ની સરહદ સુધી વધુ ૧૦ ફુટ પહોળો કરવા માટે લાઈન ઓફ પબ્લીક સ્ટ્રીટ જાહેર કરવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મોકલવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. રોડ પહોળો કરવા માટે કપાતમાં આવતી મિલકતોનો સર્વે પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.

આ અંગે ટીપી શાખાનાં સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરનાં અમીન માર્ગ હાલ ૧૫ મીટરની પહોળાઈ ધરાવે છે. સતત ટ્રાફિક વધી રહ્યું છે ત્યારે આ રોડને રેલવે લાઈનથી પશ્ર્ચિમ દિશા તરફ ટીપી સ્કીમ નં.૩ નાનામવાની બાઉન્ડ્રી સુધી ૧૮ મીટર કરવાની વિચારણા ચાલી રહી છે. આ રોડ ૧૫૦ ફુટ રીંગ રોડને મળે છે. ગંગા હોલથી આગળ રોડની પહોળાઈ ૧૮ મીટરની છે. રોડ એક સમાન થઈ જાય અને ટ્રાફિકની સમસ્યા ઉકેલવા રોડ પહોળો કરવામાં આવશે. વેસ્ટ ઝોનમાં અમીન માર્ગ એ કાલાવડ રોડને સમાંતર માર્ગ છે અને મોટાભાગનાં વાહનોની અવરજવર રહે છે. રોડની પહોળાઈ ૧૫ મીટરથી વધારી ૧૮ મીટર સુધી કરવા જીપીએમસી એકટની કલમ ૧૧૦ હેઠળ રોડનાં સર્વે કરી બંને બાજુ ૧.૫૦ મીટરની લાઈનો પબ્લીક સ્ટ્રીટ નકકી કરવામાં આવે છે. આ માટે મંજુરી આપવા અને લાઈનદોરીમાં આવતી જમીન સંપાદન કરવા માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.