Abtak Media Google News

અગાઉ નોટિસ પાઠવવા છતાં દબાણ દૂર ન થતા પાલિકા દ્વારા ઓપરેશન ડીમોલિશન

મોરબી પાલિકા દ્વારા આજે મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધરી વિશિપરા સ્મશાન નજીક આવેલા મેળાના ગ્રાઉન્ડમાં ખડકાયેલી ૨૪ ઓરડીઓ દબાણનો કડુસલો બોલાવી દેવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં આગામી જન્માષ્ટમી પર્વે વિશિપરા સ્મશાન ગ્રાઉન્ડ નજીક મેળો યોજવામાં આવનાર હોવાથી પાલિકા દ્વારા મેળાના ગ્રાઉન્ડમાં ઉભી થઇ ગયેલી ઓરડીઓ તોડી પાડવા આજે સવારથી ઓપરેશન ડીમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું અને અહીં ઉભેલી ૨૪ ઓરડીઓના બાંધકામ ઉપર વગર પોલીસ બન્દોબસ્તે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે મોરબી પાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા દ્વારા શહેરમાં ગેરકાયદે બાંધકામોના દબાણ દૂર કરવા અલગ અલગ આઠ ટીમ મેદાનમાં ઉતારવામાં આવી છે ત્યારે આજે વિશિપરા વિસ્તારથી ઓપરેશન ડીમોલિશનનો પ્રારંભ કરી દબાણકારો વિરુદ્ધ પગલાં લેવાનું શરૂ કરતાં  ભૂમાફિયાઓમાં ફફડાટ મચી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.