Abtak Media Google News

નદીમાં માછલી પકડવા ગયો હતો અને પગ લપસી જતા ઉંડા પાણીમાં પડી ગયો હોવાનું અનુમાન

દાદરાનગર હવેલીના વસોણા ગામમાં માછલી પકડવા ગયેલા ૧૦ વર્ષનાં બાળકનું નદીમાં ડૂબી જતા મોત થયું છે. મળતી વિગત પ્રમાણે શનિવારે વાસોણા પારદીપાડામાં રહેતા પ્રદીપ દેવ્યાભાઈ દેવરીયા ઉ.૧૦ બપોરે ૧ વાગ્યે ઘર પાસે આવેલી નીલકમલ કંપનીની પાછળ દમણ ગંગા નદી કિનારે ગયો હતો

જયાં તે હુકથી માછલી પકડવા લાગ્યો ત્યારે તેનો પગ લપસી ગયો અને તે નદીમાં પડી ગયો અને ડુબી જતા તેનું મોત થયું. મોડી સાંજ સુધી તે ઘર ન આવતા ઘરના લોકોએ તેની શોધખોળ શરૂ કરી જયારે નદી કિનારે જઈ ને જોયું તો પ્રદીપના કપડા નદી કિનારેથી મળ્યા જેની જાણ રખોલી પોલીસને કરતા ડેમનું પાણી બંધ કરાવી શોધખોળ શરૂ‚ કરાવી પાણીનું લેવલ નીચે ઉતરતા થોડાક જ સમમાં પ્રદીપની લાશ એક પથ્થર નીચેથી મળી હાલ એવું અનુમાન લગાવવામાં આવે છે કે માછલી પકડવા ગયેલા પ્રદીપ લપસી ગયો હતો અને પાણી ઉંડુ હોવાથી ડુબી ગયો. આ અંગેની વધારે તપાસ રખોલી પોલીસ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.