રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે ૯૦૦ ભારી લાલ મરચાની આવક

રૂ.૨૨૦૦ થી ૩૨૦૦ સુધીના ભાવો મળતા ખેડુતોમાં હર્ષની લાગણી

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં હાલ લાલ મરચાની ધૂમ આવક થઈ રહી છે. મસાલા પાકો તૈયાર થઈ જતા યાર્ડમાં મરચા, હળદર વગેરેની આવક થવા લાગી છે. રાજકોટ માર્કેટયાર્ડમાં દિન પ્રતિદિન મરચાની આવકમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ૯૦૦ ભારી લાલ મરચાની આવક થવા પામી હતી.લાલ મરચાનાં સારા ભાવ મળી રહેતા ખેડુતોમાં પણ હર્ષની લાગણી જોવા મળી રહી છે.હાલ લાલ મરચાનાં રૂ.૨૨૦૦થી લઈને ૩૨૦૦ સુધીનાં ભાવો ઉપજી રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ ભાવો જોતા આ વર્ષે રૂ.૫૦૦ જેટલા વધુ ભાવો ખેડુતોને ઉપજી રહ્યા છે. ચાલુ વર્ષે અતિવૃષ્ટિને કારણે ખેડુતોનો મોટાભાગનો પાક નિષ્ફળ ગયો હોય ત્યારે મરચાનું ઓછુ ઉત્પાદન થવા પામ્યું છે. જેથી કરીને સારા ભાવો મળતા ખેડૂતો ખુશ ખુશાલ છે.તેમ એપીએમસીનાં અતુલભાઈ કમાણી દ્વારા જાણવા મળ્યું છે.

Loading...