નિકાસકારોના ૯૦૦ કરોડના લાભ અટવાયા: તાકીદે વ્યાજ સાથે ચૂકવો: ચેમ્બરની માંગ

આઠ માસમાં ૧૫૦૦ નિકાસકારોને અસર થઇ

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની સરકારને રજુઆત

નિકાસકારોને એમ. ઇ. આઇ. એસ.  સ્ક્રીમ હેઠળ મળવા પાત્ર લાભની રકમ વ્યાજ સહીત ચુકવવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ  એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ે સરકાર સમક્ષ રજુઆત કરી છે. નિકાલ  માટેની નવી સ્ક્રીમની પણ પુરતી તત્કાલ જાણકારી પૂરી પાડવા પણ માંગણી કરી છે.

નવી યોજનાની પૂરતી જાણકારીના અભાવે વેપાર, ઉઘોગકારોને મુશ્કેલી

નિકાસકારો કોરોના મહામારી ના લોકડાઉનમાંથી પસાર થઇ આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. અને ધંધા રોજગાર ઉપર ગંભીર અસર પડી રહી છે અને તેમાંથી ઉજાગર થવા પ્રયાસ કરી રહ્યા છે. નિકાસકારો તેઓના ઓર્ડર બુક કરતી વખતે એન.ઇ.આઇ.એસ. સ્કીમ હેઠળ મળતા વિવિધ લાભોને નજર સમક્ષ  રાખીને ઓર્ડર કિંમત નકકી કરતા હોય છે. કેન્દ્ર સરકારની નિકાસકારો માટેની એમ.ઇ. આઇ. એસ.  તા. ૩૧-૧ર-૨૦ ના રોજ પૂર્ણ થઇ છે. તે સ્કિમ અંતર્ગત તા. ૧-૪-૨૦ થી ૩૧-૧૨-૨૦ દરમ્યાન આશરે ૧૫૦૦ જેટલા નિકાસકારોને એમ.ઇ.આઇ.એસ. હેઠળ હજુ પણ આશરે રૂ. ૯૦૦ કરોડ જેવી માતબર રકમના મળવા પાત્ર લાભો ચુકવવાનો બાકી છે. આટલી વિશાળ રકમના લાભો નિકાસકારોને વ્યાજ સહિત તાત્કાલીક ચુકવવા ચેમ્બરે ભારપૂર્વક રજુઆત કરી છે. સાથો સાથ કેન્દ્ર સરકારે એમ.ઇ.આઇ.એસ. બંધ કરી તેના અરસામાં આર. ઓ. ડી. ટી. સી સ્કીમ તા. ૧-૧-૨૧ થી અમલમાં મુકી છે. જૈમાં નિકાસકારોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. તેથી નિકાસકારો માટે જાહેર કરાયેલ નવી સ્કીમના મળવાપાત્ર લાભો કે રાહતોની સંપૂર્ણ જાણકારી પણ તાત્કાલીક પુરી પાડવા બાબતે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ પાર્થભાઇ ગણાત્રા દ્વારા કેન્દ્રના વાણિજયમંત્રી પિયુષ ગોયેલ તથા સાસંસ સભ્ય મોહનભાઇ કુંડારીયા સમક્ષ રજુઆત કરવામાં આવી છે.

Loading...