રાજકોટ, જામનગર અને મોરબી જિલ્લામાં કફર્યુનો ભંગ કરતા ૯૦ની ધરપકડ

119

જાહેરનામાનો ભંગ કરી બેકરી,વેલ્ડીંગનું કારખાનું,પાનનો ગલ્લો, લોન્ડ્રીના ધર્ંધાીની પોલીસે દુકાન બંધ કરાવી કરી કાયદેસર કાર્યવાહી

સમગ્ર વિશ્ર્વમાં કોરોના મહામારી રોગચાળાને આગળ વધતો અટકાવવા ગતરાતી સમગ્ર રાજયમાં કફર્યુ જાહેર કરી દેવામાં આવ્યો હોવા છતાં રાજકોટ, જામનગર અને મોરબીના જુદા જુદા વેપારીઓએ પોતાની દુકાન ખોલી કફર્યુ જાહેરનામાનો ભંગ કરતા ૯૦ને પોલીસે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરી છે.

કોરોના વાયરસના ચેપને અટકાવવા લોકડાઉન કરવા માટે ગતરાતના ૧૨ વાગ્યાી કફર્યુ જાહેર કરી દેવામાં આવ્યું છે. જરૂર ન હોય તેઓને ઘર બહાર ન નીકળવાની તાકીદ કરવામાં આવી છે. તેમજ છતા જુદા જુદા વેપારીઓએ પોતાની લોન્ડ્રીની દુકાન, પાનનો ગલ્લો, વેલ્ડીંગનું કારખાનું, બેકરી, ફરસાણની દુકાન સહિત ૮૯ જેટલા નાના વેપારીઓએ પોતાની દુકાન ખુલ્લી રાખી કફર્યુનો ભંગ કરતા પોલીસે દુકાન બંધ કરાવી જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે.

રાજકોટના કેવડાવાડીના રાજુ શાંતીલાલ ભાવસારે રામનાપરામાં પોતાની લોન્ડ્રીની દુકાન ખુલ્લી રાખી કફર્યુ ભંગ કર્યો હતો., રણછોડનગરના શબ્બીર અબ્બાસ વાડીવાલાએ રામનાપરામાં પોતાની વેલ્ડીંગની દુકાન ખુલી રાખી હતી. મનહર સોસાયટીના સતિષ મોના મુંધવાએ જુના માકેર્ટીંગ યાર્ડ પાસે પોતાની ઠાકર ચા નામની દુકાન ખુલી રાખી હતી. કુવાડવા રોડ એલ.જી.પાર્કના પ્રકાશ રામજી સોજીત્રાએ પોતાના બીજા માળે કારખાનું ચાલુ રાખી મજુરોને કામે બોલાવી કફુર્ય ભંગ કર્યો હતો. હરીદ્વાર સોસાયટીના વજશી હાજા બારીયાએ પોતાની પોપૈયાવાડી પાસે ખાણીપીણીની દુકાન ચાલુ રાખી હતી. જ્યારે સદગુરૂનગરના વિપુલ હરેશ અમૃતિયાએ સાધુવાસવાણી રોડ પર આવેલી કભી બી નામની બેકરી ખુલી રાખી જાહેરનામાનો ભંગ કરતા તમામની પોલીસે ધરપકડ કરી છે.

જામનગર શહેરમાં કરફયુ ભંગ કરતા ખાણી-પીણી, મીઠાઇ અને પાનના ગલ્લાના ૧૫ જેટલા વેપારીઓ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે. કાલાવાડના દયાળજી રણછોડ સુતાર, અલ્લારખા ઉર્ફે લાલા ઇબ્રાહીમ નકાણી, સોયબ ગફાર સેરાવાલા, ઇમાન ઇકબાલ મેમણ, મહોમદ ઇબ્રાહીમ મલેક, ડાયાલાલ નાનજી પટેલ, મહેશ નાા આસોદરીયા, કાંતીલાલ બચુ સોજીત્રા, ધ્રોલના નવીન ગણેશ પરમાર સામે કરફયુ ભંગ અંગેનો ગુનો નોંધ્યો છે.

મોરબીના જુના બસ સ્ટેશન પાસેી પાનનો ગલ્લો ખુલ્લો રાખતા સુરેશ ચેનમલ પારવાણી, બાપા સિતારામ ચોકમાં ચાની દુકાન ખુલ્લી રાખતા હમીર જગરામ પઢારીયા, સોની બજારમાં ચાની રેકડી ખુલ્લી રાખતા રસિક લક્ષ્મીકાત મહેતા, ગ્રીન ચોકમાં ફરસાણની દુકાન ખુલ્લી રાખતા ઉમેશ પ્રવિણ પઢીયાર, નટરાજ ફાટક પાસે ચેની કેબીન ખુલ્લી રાખતા ભરત લખમણ ગમારા અને જયંતી વિઠ્ઠલ માલણીયા, વિજયનગરના પાનની દુકાન ખુલ્લી રાખતા કરીમ મુસા સુમરા, નવલખી રોડ પર પાનની દુકાન ખુલ્લી રાકતા ભવાન દેવજી પરમાર, લાયન્સનગરમાં પાનની દુકાનદાર ધીરજભાઇ કાંતીભાઇ સંઘાણી સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે.

ધોરાજીમાં ઇશા ઉર્ફે યુસુફ અલી ગરાણા, મુસ્તુફા ઉર્ફે રાજા હુસેન ગરાણા, અમીન હનિફ ગરાણા, સિકંદર નસીર ગરાણા, ગની ગફાર ગરાણા, જાવિદ મહંમદ શેખ, જાફર શિરાજ ફકીર, રફીક ઇકબાલ મોટલીયા, આરિફ કાદર જુવાડીયા, હાસમ ઇસ્માઇલ સંધી, રાજા નગા રબારી અને લખમણ સાગર કોડીયાતરની કરફયુ ભંગ કરતા પોલીસે ધરપકડ કરી છે.

આ ઉપરાંત વાંકાનેરમાં ૧૧, જેતપુરમાં બે, ભાયાવદરમાં ૨, પાટણવાવમાં ૫, ઉપલેટામાં ૪, વિછીંયામાં ૧ અને ટંકારામાં ૬ની જાહેરનામા ભંગના ગુનામાં ધરપકડ કરાઇ છે.

Loading...