Abtak Media Google News

સેમ્પલ ફેઈલ જતા કાઠિયાવાડી આઈસ્ક્રીમ, તુલસી બ્રાન્ડ સીંગતેલ, શ્રીજી બ્રાન્ડ કપાસીયા તેલ, ઝુપી નુડલ્સ, રાજભોગ વ્હાઈટ આટા, પાયલ ઓઈલ સહિત ૯ દંડાયા

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટે જે તે સમયે શહેરના અલગ અલગ વિસ્તારોમાં વેપારીઓને ત્યાંથી ખાદ્ય સામગ્રીના નમૂના લેવામાં આવ્યા હતા. પરીક્ષણમાં આ નમૂના નિષ્ફળ જતા ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે ૯ આસામીઓ પાસેથી રૂ.૩.૦૨ લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.આ અંગે વધુ માહિતી આપતા નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટનું ચુસ્તપણે અમલવારી કરાવવા માટે બિઝનેશ ઓપરેટરોને ત્યાંથી ખાદ્ય સામગ્રીના નમૂના લેવાયા હતા. જે ફેઈલ જતા દંડ વસુલ કરવામાં આવ્યો છે. ઘનશ્યામ સેલ્સ એજન્સીમાંથી કાઠિયાવાડી આઈસ્ક્રીમ કુલફી નટનો નમૂનો લેવામાં આવ્યો હતો જે ફેઈલ જતા રૂ.૨૩૧૦૦, લાખાણી ટ્રેડર્સમાંથી લેવાયેલો તુલસી બ્રાન્ડ ફીલ્ટર સીંગતેલનો નમૂનો ફેઈલ જતા રૂ.૨૨૦૦૦, બાબુભાઈ રગડાવાળાને ત્યાંથી લેવામાં આવેલો રગડાનો નમૂનો ફેઈલ જતા રૂ.૩૧૦૦, દિનેશ ટ્રેડીંગ કંપનીમાંથી લેવાયેલ શ્રીજી બ્રાન્ડ કોટન સીટ ઓઈલનો નમૂનો ફેઈલ જતા રૂ.૧.૩૩ લાખ, એસ.એસ.એન્ટરપ્રાઈઝમાંથી જુપી નુડલ્સનો નમૂનો ફેઈલ જતા. રૂ.૫ હજાર, જીતેશકુમાર નટવલાલ ખખ્ખરને ત્યાંથી લેવાયેલો રાજભોગ વ્હાઈટ આટાનો નમૂનો ફેઈલ જતા રૂ.૫ હજાર, હરીઓમ એન્ટરપ્રાઈઝમાંથી લેવાયેલો પાયલ ગ્રાઉન્ટ નટનો નમૂનો ફેઈલ જતા રૂ.૨૨ હજાર, પરસોતમભાઈ દેવદાસભાઈ સંખાવરાને ત્યાંથી લેવાયેલો લુઝ કેસર શીખંડનો નમૂનો ફેઈલ જતા રૂ.૧૫ હજાર અને ઘનશ્યામ સેલ્સમાંથી લેવાયેલો કાઠિયાવાડી બ્રાન્ડ સ્પે.કાઠીયાવાડ આઈસ્ક્રીમનો નમૂનો ફેઈલ જતા રૂ.૨૩૧૦૦ સહિત કુલ ૯ વેપારીઓ પાસેથી રૂ.૩૦,૨૩,૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, સબ સ્ટાન્ડર્ડ ફૂડમાં ગેરરીતિ સબબ રૂ.૫ લાખ, મિસ બ્રાન્ડેડ ફૂડમાં રૂ.૩ લાખ સુધીનો દંડ, ખોટી ખાતરી આપવી અને ગેરમાર્ગે દોરતી માહિતી માટે રૂ.૧૦ લાખ, ભેળસેળ યુકત સામગ્રી માટે રૂ.૨ લાખ તથા હાનીકારક સામગ્રી માટે રૂ.૧૦ લાખ સુધી, માન્ય લાયસન્સ વિના ધંધો ચલાવવા માટે રૂ.૫ લાખ સુધીનો દંડ અને છ માસ સુધીની સજા તથા અખાદ્ય હાનીકારક પદાર્થની ભેળસેળ માટે ૬ માસથી લઈ આજીવન કેદ અને ૧ લાખથી ૧૦ લાખની રકમ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટના કાયદા અનુસાર વસુલ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.