Abtak Media Google News

છોટાહાથીમાં વિદેશી દારૂની ડિલવરી કરવા નીકળ્યો ‘તો

કુવાડવા રોડ પર આવેલ રામધામ મંદિર પાછળથી રાત્રે વિદેશી દારૂની ૮૪ બોટલની છોટા હાથીમાં ડીલવરી કરવા નીકળેલા બુટલેગરને કુવાડવા પોલીસે ઝડપી છોટાહાથી કબ્જે કર્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ કુવાડવા રોડ પર આવેલ રામધામ મંદિરની પાછળથી ચોકકસ બાતમી પરથી કુવાડવા પોલીસે રૂ. ૨૫ હજારની કિમંતની ૮૪ બોટલ સાથે ધરપકડ કરી દારૂ‚ અને છોટાહાથી મળી રૂ.૧.૮૦ લાખનો મુદામાલ કબ્જે કરી ભગવતીપરાના ચંદ્રેશ હરીભાઈ મોરાડીયા નામના બુટલેગરને કુવાડવા પોલીસ મથકના પીએસઆઈ વી.વી. આહિર સહિતના સ્ટાફે ઝડપી લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.