ગુજરાતમાં TBના 82,662 જ્યારે AIDSના 1,20,866 દર્દીઓ પીડિત, અમદાવાદમાં સૌથી વધારે 22,877 HIVના દર્દીઓ

62
82,662-tb-cases-in-gujarat-while-1,20,866-aids-patients-suffer,
82,662-tb-cases-in-gujarat-while-1,20,866-aids-patients-suffer,

ગુજરાત વિધાનસભામાં બોરસદના MLA રાજેન્દ્રસિંહ પરમારે HIV, ટીબી અને થેલેસેમિયાના દર્દીઓના આંકડા માગ્યા હતા. રાજ્ય સરકારના આંકડા મુજબ ગુજરાતમાં ટીબીના દર્દીઓની સંખ્યા 82,662 છે, જ્યારે HIV પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1,20,866 છે. ધારાસભ્યે આ સાથે જ રાજ્યમાં દર્દીઓની સારવારની સુવિધાઓ અને મેડિકલ સ્થિતિ વિશે પણ માહિતી માગી હતી.

અમદાવાદમાં સૌથી વધુ HIVના દર્દીઓ

ગુજરાતના 33 જિલ્લાઓમાંથી અમદાવાદમાં સૌથી વધારે 22,877 એઈડ્સના દર્દીઓ છે, આ પછીને ક્રમે 20,776 દર્દીઓ સાથે સુરતનો ક્રમ આવે છે. સરકારના આંકડા મુજબ મોરબીમાં સૌથી ઓછા 729 એઈડ્સના દર્દીઓ છે. ટીબીના દર્દીઓની સંખ્યામાં પણ અમદાવાદ સૌથી ઉપર છે. રાજ્યમાં ટીબી કરતા પણ એઈડ્સના દર્દીઓની વધારે સંખ્યા સરકાર માટે ચિંતાની બાબત છે. નીતિ આયોગે પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે ગુજરાત ટીબીના સૌથી વધુ કેસો ધરાવતા રાજ્યોમાંથી એક છે. પ્રતિ એક લાખે 224 લોકો ટીબીના દર્દીઓ છે.

Loading...