Abtak Media Google News

માણાવદર ના સારંગપીપળી ગામે દલિત વાસમાં રસ્તા ની કામગીરી થઇ નથી બારેમાસ પાણી ભરાવાની સમસ્યા રહે છે આને કરણે વિદ્યાર્થીઓને સ્કુલે  જવા માટે આ પાણી માંથી પસાર થય ને જવુ પડે છે પાણી ભરેલ હોવાને કારણે  રોગચાળાની પણ સંભાવના રહે છે ગંદકી કાયમી માટે અહી હોય છે જે બાબતે વારંવાર રજુઆત કરવા છતા પણ ધ્યાન આપવામાં આવતુ નથી. ગામની અંદર આવતા જે આંગણવાડી ની સામે જે મૂતરડી પડી ગયેલ છે

તેને રીપેરીંગ કરવા માટે રજૂઆત કરવા છતા પણ રીપેરીંગ કરવા માં ધ્યાન નથી અપાતાં પાણી ના ટાંકા પાસે અસહ્ય ગંદકી થતી હોય તેને દુર નથી કરાતી આવા અનેક પ્રશ્ર્નો ને લઈ ને આજે અવિશ્ર્વાસની દરખાસ્ત નો પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો તેમજ સરપંચ વિરૂદ્ધ ગ્રામ પંચાયત ના સભ્ય રાજેશભાઈ ગેલાભાઇ સોલંકી દ્વારા આર.ટી.આઇ. દ્વારા જુદા જુદા પાંચ મુદ્દાની માહિતી પણ માંગવામાં આવી છે

માણાવદરના સારંગપીપળી ગામે હાલ ના સરપંચ તરીકે ટીલવા ડેનિશાબેન નિમેશભાઇ છે અને આ પંચાયત મા કુલ ૯ વોર્ડ આવેલા છે અને હાલના સરપંચ કોઇપણ કામ કરવામા  પોતાના ગ્રામ પંચાયત ના સભ્યોને કાઇ પણ કામ માટે કાઇ પુછવામા આવતુ નથી તો બિજીતરફ મહિલા સરપંચ છે તેના વતી પરિવાર ના સભ્યો સહી કરીને વહીવટ ચલાવે છે તેવો આક્ષેપ આ દરખાસ્ત માં કરવામાં આવ્યો છે  અને પોતે પોતાની મનમાની ચલાવતા હોવાથી ૮ સભ્યો દ્વારા આ સરપંચ ઉપર  અવિશ્ર્વાસની  દરખાસ્ત માણાવદર તાલુકા વિકાસ અધિકારી આર.વી. માણાવદરીયા ને આપતા ખળભળાટ મચી ગયો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.