Abtak Media Google News

વૈભવી જીવનશૈલીમાં રચ્યા-પચ્યા રહેતા ધનકુબેરો માટેની દેશ મુજબ વ્યાખ્યા પણ અલગ

વિશ્વની મોટાભાગની સંપતિ માત્ર ૧ ટકા ધનકુબેરોના હામાં છે. ગરીબો અને અમીરો વચ્ચેની ખાઈ આ ધનકુબેનરોની સંપતિ પરી નક્કી ઈ શકે છે. અબજોપતિઓ-ખરબોપતિઓની સંખ્યા ખુબજ ઓછી છે પરંતુ સંપતિ કુબેરના ખજાના સમાન છે. ધનકુબેર પાછળ પણ અનેક કારણો જવાબદાર છે. જેમ કે, યુનાઈટેડ આરબ અમીરાતમાં ધનકુબેર કહેવાવા માટે ૯૦,૦૦૦ ડોલરની આવક જરૂરી છે. જ્યારે ભારતમાં આ રકમ ૧૨ ગણી થાય ત્યારે ધનકુબેર ગણવામાં આવે છે.

એક રીતે દેશની ર્આકિ દશાના આધારે ધનકુબેરની વ્યાખ્યા અને સંખ્યા નક્કી થાય છે. વિશ્વના ધન ઉપર રાજ કરતા એક ટકા ધનકુબેરોની ટકાવારી ખુબ ઓછી છે. ભારતમાં ૭૭,૦૦૦ ડોલરની આવક, ઈટાલીમાં ૧.૬૯ લાખ, ફ્રાન્સમાં ૨.૨૧ લાખ, યુકેમાં ૨.૪૮ લાખ, બહેરીનમાં ૪.૮૫ લાખ, યુએઈમાં ૯.૨૨ લાખ, ચીનમાં ૧ લાખ, બ્રાઝીલમાં ૧.૭૬ લાખ, સાઉ આફ્રિકામાં ૧.૮૮ લાખ, ઓસ્ટ્રેલીયામાં ૨.૪૬ લાખ, જર્મનીમાં ૨.૭૭ લાખ, અમેરિકામાં ૪.૮૮ લાખ અને સિંગાપોરમાં ૭.૨૨ લાખ ડોલરની ઈન્કમને અતિ ધનકુબેર તરીકે ગણવામાં આવે છે.

મોટાભાગના ધનકુબેરોને આકર્ષવા માટે હવે કોઈપણ દેશની સરકાર દ્વારા અભિયાન ચલાવવામાં પણ આવે છે. સિંગાપોર અને મોરોકોની સરકાર વિશ્વના ૧ ટકા ધનકુબેરોને આકર્ષવા સતત પ્રયત્નશીલ રહે છે. તેઓ સિંગાપોરમાં કે મોરોકોમાં રહે, ઓછો ટેકસ ચૂકવે અને જલ્સા કરે તે પ્રકારના પેકેજ ઓફર કરવામાં આવે છે. ઘણા દેશોમાં વૈભવી જીવનશૈલી સો ઓછો ટેકસ ઓફર થાય છે જ્યારે ઘણા દેશોમાં સુરક્ષાને ધ્યાનમાં લેવામાં આવે છે. એકંદરે આ ધનકુબેરો કોઈ એક દેશના બનીને રહેતા ની. અનુકુળતા મુજબ દેશ ફેરવતા હોય તેવા પણ દાખલા નોંધાતા હોય છે. એમ કહી શકાય કે, વિશ્ર્વની મોટાભાગની સંપતિ પર માત્ર ૧ ટકા જેટલા જ લોકોનો કબજો છે. ત્યારે આ લોકો ગમે ત્યારે ગમે ત્યાં લીલાલહેર કરી શકે તેવી ગોઠવણો સરકારો કરતી હોય છે.

નોંધનીય છે કે, ધનકુબેરની સંપતિમાં જેમ જેમ વધારો થાય તેમ તેમ લકઝરીયર્સ વસ્તુઓ પાછળ ખર્ચનું પ્રમાણ બમણું તું જાય છે. પર્સનલ લકઝરીયર્સનો સામાન, ઝવેલરી, ઘડીયાળ સહિતની વસ્તુઓની ખરીદી ૨૦૧૨ની સરખામણીએ અત્યારે ૪૭ ટકા જેટલી વધી જવા પામી છે. ડિઝાઈનર હેન્ડ બેગ પાછળ તાં ખર્ચ કરતા અન્ય વસ્તુઓ પાછળ મોટાભાગના ખર્ચા તાં હોય છે. હાઉસીંગ એજ્યુકેશન અને ચાઈલ્ડ કેર પાછળ બહોળુ ભંડોળ ધનકુબેરો ફાળવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.