Abtak Media Google News

રાજકોટ રેલવે મંડલના ખંઢેરી, પડધરી તથા પડધરી ચણોલ સેકશનમાં એન્જિ. બ્લોકને લઈ કેટલીક ટ્રેનો રદ્, તો કેટલીક લેટ

રાજકોટ રેલવે મંડલના ખંડેરી-પડધરી અને પડધરી-ચણોલ સેકશનમા એન્જિ કાર્ય ને લઈ બ્લોક લેવાશે જેને પગલે ૧ ઓકટો. થી ૧૫ ઓકટો. સુધી રેલવે યાતાયાત પર અસર થશે. જેમાં ટ્રેન નં. ૫૯૫૦૩ વિરમગામ ઓખા લોકલ ૧ ઓકટો. થી ૧૫ ઓકટો. સુધી વિરમગામથી ઉપડી હાપા સુધી જશે. આ ટ્રેન હાપા ઓખાની વચ્ચે આંશિક રૂપે રદ રહેશે સાથે જ આ ટ્રેન રાજકોટ લગભગ ૨ કલાક લેટ આવશે. ટ્રેન નં. ૫૯૫૦૪ ઓખા-વિરમગામ લોકલ ૨ ઓકટોથી લઈ ૧૬ ઓકટો. સુધી ઓખાની જગ્યાએ હાપાથી ઉપડશે. આ રીતે આ ટ્રેન ઓખા હાપાની વચ્ચે આંશિક રૂપે રદ રહેશે.

જયારે ટ્રેન નં. ૫૯૨૧૧ રાજકોટ-પોરબંદર લોકલ ૧ ઓકટો.થી ૧૫ ઓકટો. સુધી હાપા જામનગર, કાનાલુસની જગ્યાએ વાયા રાજકોટ, ભકિતનગર, જેતલસર, વાંસજાળીયાના બદલાયેલા રૂટ પર દોડશે. ૧ ઓકટોબરથી લઈ ૧૫ ઓકટો. સુધી પોરબંદરથી ઉપડતી ટ્રેન નં. ૧૯૨૬૩ પોરબંદર દિલ્હી સરાય રોહિલ્લા એકસપ્રેસ તથા ટ્રેન નં. ૧૯૨૬૯ પોરબંદર મુઝફફરપૂર મોતીહારી એકસપ્રેસ ટ્રેન હાપા જામનગર કાનાલુસ સાઉથ કેબિનની જગ્યાએ વાયા વાંસજાળીયા, જેતલસર, ભકિતનગર, રાજકોટ ના પરિવર્તિત રૂટ પર દોડશે આ બંને ટ્રેન પોરબંદર-રાજકોટની વચ્ચે બદલાયેલા રૂટ પર ચાલશે.

૧ ઓકટોબરથી ૧૫ ઓકટોબર વચ્ચે કેટલીક ટ્રેન રેગ્યુલેટ થશો. રેગ્યુલેટ થનારી ટ્રેનમાં ૧૨૪૭૭ જામનગર શ્રી માતા વૈષ્ણવોદેવી કટરા સુપરફાસ્ટ એકસપ્રેસ જામનગરથી ૫૦ મીનીટ લેટ રવાના થશે. ૧૨૪૭૬ માતા વૈષ્ણોદેવી કટરા હાપા સુપરફાસ્ટ એકસપ્રેસ રાજકોટ સુધી ૨૦ મીનીટ લેટ જયારે ૫૯૨૦૮ ઓખા ભાવનગર ૧૯૨૦૧ સિકંદરાબાદ પોરબંદર, ૫૯૨૦૮ ઓખા ભાવનગર, ૫૯૨૦૮ ઓખા ભાવનગર લોકલ ૫૯૨૦૮ ઓખા ભાવનગર લોકલ પડધરી સુધી ૧ કલાક ૧૫ મીનીટ લેટ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.