૮.૨% વિદ્યાર્થીઓએ ધો.૧૦ની GSHEBની પુરક પરીક્ષા પાસ કરી

૧,૩૨,૦૩૨ વિદ્યાર્થીઓમાંથી ૮,૮૯૦ વિદ્યાર્થીઓ પાસ; પાસ થવામાં છોકરીઓનો રેસિયો વધારે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની ધોરણ ૧૦ની પૂરક પરીક્ષા યોજાઈ હતી. એક થી બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પુરક પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ત્યારે તે પરિણામ પણ નબળુ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે પુરક પરીક્ષાના પરીણામમાં છોકરાઓ કરતા છોકરીઓ એ ખૂબ સારો દેખાવ કર્યો છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ જીએસએચએસઇબી એ ધોરણ દસની  પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું હતું, જેનું ૮.૧૭ ટકા પરિણામ આવ્યું હતું. ગયા મહિને લેવાયેલી પૂરક પરીક્ષાઓ માટે ૧,૩૨,૦૩૨ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે ઉમેદવારી પાત્રો ભર્યાં હતા. જેમથી ૧,૦૮,૮૬૯ ઉમેદવારો એ પરીક્ષા આપી હતી. જેમાથી ૮,૮૯૦ વિદ્યાર્થીઓ પાસ થાય હતા. પૂરક પરીક્ષાનું પરિણામ છોકરાઓ કરતા છોકરીઓનું સારું આવ્યું છે.  પરીક્ષા આપનારા ૪૪,૦૬૮ છોકરીઓ માંથી ૩,૬૮૩ એટલેકે ૮.૩૬ ટકા એ પરીક્ષા પાસ કરી છે. તેની તુલનામાં ૮.૦૪ ટકા એટલેકે૫,૨૦૭ છોકરાઓએ પરીક્ષા આઓનાર  કુલ ૬૪,૮૦૧ માંથી પાસ થાય છે. બોર્ડ દ્વારા પરિક્ષાની પરિણામ પાત્રોનું  વિતરણ ૨૧ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવનાર છે.

આ વર્ષે માર્ચમાં લેવાયેલી ધોરણ દસની  બોર્ડની પરીક્ષામાં એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે જેતે વિષયની પુરક પરીક્ષાઓ ૨૫ ઓગસ્ટથી ૨૮ ઓગસ્ટ દરમિયાન લેવામાં આવી હતી.  કોરોના વાઇરસની મહામારીને કારણે તે પરીક્ષા પાછળ ધકેલાય હતી.

Loading...