સેલવાસમાં કેન્દ્ર શાસીત પ્રદેશ દાદરા અને નગર હવેલીનો ૬૭મો મુકિત દિવસ સમારોહ સંપન્ન

લાયન્સ ઈગ્લીશ સ્કૂલના આચાર્ય મુખ્ય અતિથિ તથા મદદનીશ આચાર્ય સહિતના અગ્રણીઓએ દાદરા નગર હવેલીની મુકિત, તેના ભૌગોલિક ક્ષેત્રફળ અને પ્રજાના અધિકારો વિશે માહિતી આપીને સૌને અવગત કરાવ્યા

સેલવાસની લાયન્સ ઈગ્લીશ સ્કુલમાં તાજેતરમાં ૬૭માં મુકિતદિવસ સમારોહનું આયોજન કરવામા આવ્યું હતુ.

શાળાના પ્રાંગણમાં દાદરા અને નગર હવેલીનાં ૬૭મો મૂકિતદિવસ દેશપ્રેમ અને ઉમંગ ઉત્સાહ સાથે મનાવવામાં આવ્યો હતો. આપ્રસંગે શાળાના સભાપતિ, ઉપસભાપતિ, કાર્યકારી સભ્યો શાળાના આચાર્ય દેવકીબા મોહનસિંહ ચૌહાણ લો કોલેજનાં મદદનીશ આચાર્ય તથા શાળાના પ્રધાન આચાર્ય સહિત શિક્ષણગણ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય મહેમાન તરીકે ફતેહસિંહ ચૌહાણના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ સમૂહમાં રાષ્ટ્રગીત ગવાયું હતુ.

આ મૂકિતદિવસના અવસરે શિક્ષકોએ દેશપ્રેમ વ્યકત કરતી કેટલીક કૃતિઓ રજૂ કરી હતી. જેથી શાળા પરિસરમાં દેશ પ્રેમનો માહોલ છવાઈ ગયો હતો. શાળાના પ્રધાન આચાર્યએ પોતાના વકતવ્યમાં દાદરા અને નગર હવેલીને મૂકિત કેવીરીતે મળીતેના વિશે સૌને અવગત કરાવતા આ ક્ષેત્રના ઈતિહાસનું વર્ણન કર્યું હતુ ઉપ સભાપતિએ મુકિત દિવસના અવસર પર પોતાના ભાષણમાં મહત્વ પૂર્ણ બાબતોનો ઉલ્લેખ કર્યો હતો.

સભાપતિએ પોતાના વક્તવ્ય દ્વારા દાદરાનગર હવેલીની મૂકિત તેનું ભૌગોલિક ક્ષેત્રફળ તથા લોકોનાં અધિકારોથી અવગત કરાવ્યા હતા તથા આ પ્રસંગે તેમણે દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રધ્ધાંજલી આપીને જવાનોને નમન કર્યા હતા.

તથા વર્તમાન સમયમાં કોરોના સંક્રમણથી લોકોને બચાવનાર તબીબો અને દેશના જવાનોની સરાહના કરી હતી તથા ઉપસ્થિત લોકો સહિત દરેક લોકો માટે આ મહામારીથી બચવા તેમજ સ્વસ્થ રહેવાની શુભકામનાઓ વ્યકત કરી હતી.

Loading...