Abtak Media Google News

માતાજીના ભકતોએ સુર, રાગ, તાલ, લય અને ઢાળથી મંડળને ઉત્કૃષ્ઠ કર્યું છે

અંબિકા ગરબા મંડળની સ્થાપના સવંત ૧૯૯૭ ઈ.સ.૧૯૪૧માં આસો સુદ ૧ ના થઈ છે. માતાજીના ઓરડા તરીકે ઓળખાતા આ ‚મમાં માં અંબાજી તથા સિકોતેરમાંનું સ્થાનક છે. હડિયાણાના લુહાર પરમાર કુળ તથા જામનગર બેડી ગેઈટ લુહાર પરિવારના કુળદેવી છે. આ ગરબા મંડળના ઉત્કર્ષ માટે સ્વ.લુહાર આંબાભાઈ પોપટભાઈએ ખુબ જહેમત ઉઠાવી છે. જામનગરના સ્વ.મીસ્ત્રી નરશીભાઈ જેરામભાઈ અને તેઓના પરીવારજનો, મીસ્ત્રી કાનજી જેરામ અને તેમના પરિવારજનો, સ્વ.મગનભાઈ લુહાર, સ્વ.છગનભાઈ લુહાર વગેરે માયભકતોએ ખૂબ સેવા આપી છે અને હાલમાં તેઓના પરીવારજનો તરફથી સાથે સહયોગ મળે છે.

આ ઉપરાંત મંડળના વિકાસમાં સ્વ.જુગતરામભાઈ માસ્તર, સ્વ.હરજી પ્રાગજી પોપટ, સ્વ.ગજજર બચુભાઈ વી.પંચાસરા, સ્વ.વંદનીય ગુ‚જી અનંતરાય માસ્તર, સ્વ.મણીરામભાઈ નિમાવત, સ્વ.વૃજલાલભાઈ નિમાવત વગેરે માતાજીના ભકતોએ સુર, રાગ, તાલ, લય અને ઢાળથી મંડળને ઉત્કૃષ્ઠ કર્યું છે. હાલમાં આ ગરબા મંડળનું સંચાલન કલ્યાણજીભાઈ લુહાર, હરિલાલભાઈ લુહાર, માધવજીભાઈ લુહાર સંભાળી રહ્યા છે. વ્યકિત વિશેષ, સંતરામ ઉચ્ચ આત્મા અને ભાઈજી કલ્યાણજી ભાઈના આદરણીય મિત્ર સતવારા ભકત સ્વ.ઘેલાભાઈ વાલજીભાઈ પરમારનું ઋણ મંડળ ઉપર ઘણું રહ્યું છે. દર વર્ષે વિજયા દશમીના રોજ બાળાઓના પગ ધોઈ ચરણામૃત લેતા અને નાના મોટા દરેક મંડળના સભ્યોના મન તેઓએ જીતી લીધા હતા.

દર વર્ષે તન-મન-ધનથી જગદંબાનો આ નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવે છે. જેમાં લુહાર પરિવારના નાનાથી મોટા સુધીના સૌ પરિવારજનો પ્રભુલાલભાઈ, પ્રવિણભાઈ, કિશોરભાઈ પરમાર, અશોકભાઈ પરમાર, રાકેશભાઈ, ભરતભાઈ, કિરીટભાઈ, વિનોદભાઈ પરમાર, સુનિલભાઈ પરમાર, સંજય પરમાર, ડો.જીજ્ઞેશભાઈ પરમાર, સંદિપભાઈ, હરેશભાઈ, અનિલ પરમાર, અતુલ પરમાર, જગદીશ એન.પરમાર, નિતીનભાઈ પરમાર, વિશાલ પરમાર, નિરવ પરમાર, શૈલેષ પરમાર, નિખીલ પરમાર, હર્ષ પરમાર, કિશન પરમાર વગેરે આ લુહાર પરમાર પરીવારજનો અનન્ય ભાવથી માર્ં જગદંબાની નવરાત્રી ઉજવે છે. હાલમાં શ્રી અંબિકા ગરબા મંડળમાં ગાયક કલાકાર તથા પેટી માસ્ટર તરીકે ધી‚ભાઈ નિમાવત સેવા આપી રહ્યા છે. જેમની સાથમાં ઉસ્તાદ તબલાવાદક તેમજ ઢોલકવાદક હિતેશભાઈ ડી.નિમાવત અને તેમના સુપુત્ર છોટે ઉસ્તાદ કરનકુમાર નિમાવત, દેવાંગકુમાર નિમાવત ર્માં પ્રત્યેના અનન્ય ભાવથી સેવા સમર્પિત કરી રહ્યા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.