Abtak Media Google News

સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ ફેસબુક તરફી મળેલા સત્તાવાર માહિતી અનુસાર દુનિયાભરમાં હાલ ફેસબુક ના ૧.૩૯ અરબ યુઝર્સ છે, જે પૈકીના ૭૪.૫ કરોડ લોકો રોજ મોબાઈલ પર પોતાનું અકાઉન્ટ એક્સેસ કરતાં હોય છે. ઈન્ટરનેટની દુનિયામાં આજે એપ્લિકેશન અને વેબસાઈટના એટલા બધા વિકલ્પો છે કે તેનો ઉપયોગ કરવા માટે એક દિવસ પણ ખૂટી પડે તેમ છે.મોબાઈલ પર ફેસબુકનો ઉપયોગ કરનાર લોકોની સંખ્યામાં ૨૨ ટકાનો વધારો

એવામાં ફેસબુક અને ટ્વીટર જેવી સોશિયલ વેબસાઈટ્સે તો સ્માર્ટફોન યુઝર્સ પર પોતાની હોટી જમાવી છે. રસપ્રદ વાત તો એ છે કે છેલ્લાં કેટલાક વર્ષોમાં મોબાઈલ પર ફેસબુકનો ઉપયોગ કરનાર લોકોની સંખ્યામાં ઘણો વધારો યો છે. એક રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં ૭૪.૫ કરોડ લોકો દરરોજ પોતાના ફોન પર ફેસબુકનો ઉપયોગ કરતાં હોય છે. મહિના પ્રમાણે જોઈએ તો ફેસબુકના એક્ટિવ યુઝર્સ ૧.૧૮ અરબ છે. ફેસબુક અનુસાર મહિનામાં ઓછામાં ઓછી એક વાર આ લોકો મોબાઈલ પર ફેસબુક ખોલે છે.

ભારતમાં નવા ઇન્ટરનેટ યુઝર્સ પૈકી ૭૫ ટકા ગ્રામ્ય વિસ્તારોમાંી આવશે તેમ રિપોર્ટમાં જણાવ્યું હતું. મોટા ભાગના ઇન્ટરનેટ વપરાશકર્તાઓમાં સનિક ભાષામાં ડેટાનો વપરાશ રહેશે. વૈશ્વિક સ્તરે ઇન્ટરનેટ વપરાશની બાબતે ભારત અમેરિકા કરતાં આગળ નીકળી ગયું છે. દેશના છેવાડાના વિસ્તારો સુધી ઇન્ટરનેટનો વ્યાપ વધવાની અપેક્ષા છે અને તેનાી વધુ તક સર્જાશે તેમ નાસકોમના પ્રેસિડન્ટ આર ચંદ્રશેખરે જણાવ્યું હતું


 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.