Abtak Media Google News

ગુજરાતમાં બે નવા પોઝિટિવ કેસની સાથે  અત્યારસુધીમાં કોરોના પોઝિટિવના 73 દર્દી નોંધાયા છે. જ્યારે કુલ 6 લોકોના મૃત્યુ થયા છે. જોકે આ બધાની વચ્ચે સારા સમાચાર એ પણ છેકે, કોરોના પોઝિટિવના ચાર દર્દીઓ સાજા થયા છે અને તેમને રજા આપવામાં આવી છે. જેમાં 3 દર્દીઓની ઉમર 55થી 60 વર્ષની છે.

જેમને રજા આપી દેવામાં આવી હોવાનું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે. એક તરફ કોરોના કેસોમાં દરરોજ વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ હજી પણ ઘણા લોકો એવા છેકે જે આ અંગે ગંભીરતા દાખવી રહ્યા નથી અને લોકડાઉનનો ભંગ કરી રહ્યાં છે. તેમની સામે પોલીસ કઠોર બનીને કડક પગલા ભરી રહી છે.

સુરતના રાંદેરમાં વૃદ્ધનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તેમના સંપર્કમાં આવેલા તબીસ સહિતના 5 લોકોને ક્વોરન્ટીન કર્યા છે. અરવલ્લીની રતનપુર બોર્ડર પાસે મોટી સંખ્યામાં શ્રમિકોની હાલત દયનિય છે. આ શ્રમિકોને ઉત્તર પ્રદેશ જવું પરંતુ રાજસ્થાન પોલીસ તેમને પ્રવેશવા દેતી નથી. જેને લઇને શર્ણાર્થી શ્રમિકોએ હોબાળો મચાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.