Abtak Media Google News

ગૌ પ્રેમીઓ ‘અબતક’ના આંગણે

કાલાવડ રોડ ન્યારી ડેમ જવાના રોડ પાસે આવેલ ગોવર્ધના ગૌ શાળામાં ૭૨૫ નાના મોટા અબોલ જીવો છે. જેમાં આંધળી લુલી, લંગડી અશકત ગાયો વાછડી વાછડાનો સમાવેશ થાય છે. તેના નિભાવ માટે દરોજ લિલુ સુકુ નિરણ તેમજ ખોળ ગોળનો આહાર આપવામાં આવે છે. સર્વે દાતાઓનાં સહકાર તેમજ મળેલ દાનથી ગૌ શાળા ચાલે છે. તો દાન ધર્મનો તહેવાર સંક્રાંતના દિવસે ગાય માતા માટે લિલુ, સુકુ, ખોળ, ગોળ ગો શાળાએ મોકલવા ગૌ પ્રેમીઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત દરમ્યાન જણાવ્યું છે.

મકર સંક્રાંત નિમિતે રાજકોટની ધર્મ પ્રેમી જનતાને ગૌશાળા દ્વારા જણાવાયું છે કે રસ્તા પર એકજ દિવસમાં જરૂરીયાત થી વધારે નાખવામાં આવતા લિલા ઘાસનો બગાળ થતો હોય છે.

જે ધ્યાનમાં લઈ જે તે ગૌ શાળાએ મોકલી આપવું શ્રેષ્ઠ છે. જેથી શહેરની સ્વચ્છતા પણ જળવાશે અને લિલાનો બગાડ થતો અટકશે. દાતાઓને ગોર્વધન ગો. શાળાના પ્રમુખ જગદીશભાઈ હરીયાણી, મંત્રી જેરામભાઈ વાડોલીયા, ઉપપ્રમુખ બ્રિજેશભાઈ પટેલ સુનિલભાઈ મહેતા, નવનીત ભાઈ ગજેરા એ અપીલ કરી છે. દાન માટે જગદીશભાઈ મોનં. ૯૩૭૭૧ ૨૭૮૩૦નો સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.