જીટીયુની ઓનલાઈન મોક ટેસ્ટમાં ૮૨ હજાર વિદ્યાર્થીઓ જોડાયા

એન્જીનીયરીંગ અને ફાર્મસીના વિદ્યાર્થીઓને ઓનલાઈન ટેસ્ટ માટે તૈયાર કરવા જીટીયુનું સરાહનીય પગલુ

ચીનમાંથી પ્રસરેલા કોરોના વાયરસનું સંક્રમણ વિશ્ર્વભરમાં હાહાકાર મચાવી રહ્યું છે. કોરોના પોઝીટીવને સ્પર્શ કરવાથી ફેલાતીઆ રોગનાકારણે વિશ્ર્વભરનાં લોકોની જીવન પધ્ધતિમાં ફેરફાર આવવા પામ્યો છે. અભ્યાસ કે, પરિક્ષા માટે એક વર્ગમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થવાથી કોરોનાના સંક્રમણની સંભાવનાઓ વધી જાય છે. જેથી હવે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભારત જેવા વિકાસશીલ દેશમાં ઓનલાઈન એજયુકેશન કે ટેસ્ટ તરફ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં પણ ઓનલાઈન ટેસ્ટ માટે વિદ્યાર્થીઓને માનસિક, શારીરીક રીતે સુસજજ કરવા જીટીયુએ ઓનલાઈન મોક ટેસ્ટનું આયોજન કર્યું છે. એન્જીનીયરીંગ અને ફાર્મસીનાં વિદ્યાર્થીઓ માટેની આ મોક ટેસ્ટનું ૧૫મી મેથી પ્રારંભ થશે જે માટે ૮૨ હજાર વિદ્યાર્થીઓએ તત્પરતા દાખવીને નોંધણી કરાવી છે.

રાજયભરમાં આવેલી તમામ એન્જીનીયરીંગ અને ફાર્મસી કોલેજોએ માન્યતા આપવાથી માંડીને પરિક્ષાઓનું સંચાલન ગુજરાત ટેકનોલોજીકલ યુનિ. દ્વારા કરવામાં આવે છે. જેમાં હાલ વિવિધ કોલેજોનાં પાંચ લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓને આગામી સમયમાં ઓનલાલઈન પરિક્ષા માટે સુસજજ કરવા મોકટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૧૫મી શરૂ થનારી આ ઓનલાઈન મોકટેસ્ટ બીઈ અને બીફાર્મનાં બીજા, ચોથા અને છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે યોજાશે. જે માટે ૮૨ હજાર વિદ્યાર્થીઓએ અત્યાર સુધીમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. આ ઓનલાઈન મોક ટેસ્ટ માટે બી ફાર્મ એટલે કે ફાર્મસીનાં ૯૫ ટકા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જે આ પ્રકારનાં પ્રથમ પગલા સમાન છે. તેમ જીટીયુના સુત્રોએ જણાવ્યું હતુ

૩૦ મિનિટની આ ઓનલાઈન મોક ટેસ્ટમાં ૩૦ પ્રશ્ર્નો એમસીકયુ પ્રકારના આવશે. એક પ્રશ્ર્નના ચાર વિકલ્પ અપાશે જેમાંથી વિદ્યાર્થીઓએ એક વિકલ્પની પસંદગી કરીને જવાબ આપવાનો રહેશે આ મેક ટેસ્ટમાં ખોટા જવાબ માટે નેગેટીવ માર્કીંગ સિસ્ટમ નથી વિદ્યાર્થી આ ઓનલાઈન મોક ટેસ્ટનું પરિણામ વિદ્યાર્થીના વાર્ષિક પરીક્ષામાં ગણતરી કરાશે નહી તેમ જીટીયુના સુત્રોએ ઉમેર્યું હતું.

Loading...