Abtak Media Google News

ડાકવડલા ગામે બાબુભાઈ ટપુભાઈ ગીડા ના પોતાની વાડીએ વોકળામાં દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ કરે છે.

બામણબોર પોલીસ ટીમને મળેલ બાતમી આધારે ડાકલા ગામ ની સીમ માં  ઉપરોકત બાતમી વાળી જગ્યાએ બામણબોર પોલીસ ટીમ દ્વારા રેઇડ કરવામાં આવતા, દેશી દારુ બનાવવાનો આથો ભરેલ ટીપડા નંગ ૮ તથા બાફણીયા બેરલ ૧ આથો લીટર ૨૦૦૦/ જેની કિંમત રૂપિયા ૪૦૦૦/ તથા દેશી દારૂ લીટર ૬૦ કિંમત રૂપિયા ૧૨૦૦/ તથા આથાવાળા બેરલ નંગ ૮ જેની કિંમત રૂપિયા ૧૬૦૦/ તથા બામણીયા બેરલની કિંમત રૂપિયા ૫૦૦/ એમ કુલ પ્રોહી મુદ્દામાલ કિંમત રૂપિયા ૭૩૦૦/નો રાખી રેઇડ દરમ્યાન આ કામના આરોપી બાબુભાઈ ટપુભાઈ ગીડા રહે ડાકવડલા તા.ચોટીલા વાળા પકડાઈ ઞયેલ હોય પકડાયેલ આરોપી વિરુદ્ધ બામણબોર પોલીસ સ્ટેશનના પો.હેડ.કોન્સ. દલસુખભાઈ ફુલાભાઇ મહેરીયા દ્વારા સરકાર તરફે ફરિયાદી બની પ્રોહી કલમ ૬૫ ઈ એફ મુજબ ગુન્હો નોંધાવેલ છે. આ બાબતે વધુ તપાસ  પો.હેડ.કોન્સ. ડી એફ મેરીયા દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.