Abtak Media Google News

વાધા બોર્ડર પર ફરજ બજાવતા જવાનોને દ્વારકાધીશની પ્રસાદી અપાશે

દ્વારકા યાત્રાધામમાં આવેલ પ્રસિઘ્ધ દ્વારકાધીશ જગતમંદિરમાં સેવાપૂજા કરતાં ગુંગ્ગળી બ્રાહ્મ ૫૦૫ સમસ્તના એક સાથે ૭૦૦ જેટલા જ્ઞાતિજનો દ્વારા આજથી પખવાડીયા સુધીનો માતા વૈષ્ણોદેવી સહીત ઉત્તર ભારતનો પ્રવાસનો આરંભ થયો છે. જેમાં જ્ઞાતિના પ્રમુખ અશ્ર્વિનભાઇ પુરોહિત સહીત અગ્રણીઓ ૭૦૦ જ્ઞાતિજનોનું પ્રતિનિધિત્વ કરશે.દ્વારકાથી જામનગર થઇ માતા વૈષ્ણોદેવી સહીત ૯ દેવીઓના દર્શન કરી શકિતની આરાધના કરવામાં આવશે. આ ઉપરાંત અમૃતસરમાં આવેલ પ્રસિઘ્ધ સુવર્ણ મંદીરમાં ગુરુ ગ્રંથ સાહેબ સાથે પંચપ્યારેને શ્રઘ્ધાસુમન અર્પણ કરશે. હિમાચલમાં આવેલા ધર્મશાળા ખાતે દલાઇ લામાના મંદીરમાં પુષ્પાંજલી અર્પણ કરી સર્વધર્મ સમભાજ સાથે સમગ્ર રાષ્ટ્રમાં શાંતિ ભાઇચારો જળવાઇ રહે તેવી પ્રાર્થના પણ કરાનાર છે. આ ઉપરાંત વાધા બોર્ડર પર ફરજ બજાવતા જવાનોને ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ અને પ્રસાદી પણ આપી સૈન્ય હંમેશા વિજયપથ પર આગેકૂચ કરે તેવા આશીર્વાદ પણ જ્ઞાતિના બ્રાહ્મણો દ્વારા આપવામાં આવશે. યાત્રા પ્રવાસના અંતિમ ચરણમાં પતિતપાવની ગંગાનું પૂજન કરી દેશની રક્ષા કાજે જીવની આહુતિ આપેલા શહીદ જવાનોને યાદ કરી ગંગાજળ વડે તર્પણ કરવામાં આવશે. સમગ્ર યાત્રા દરમ્યાન દેવ-દેવીઓના તીર્થસ્થાનોમાં વિશ્ર્વ કલ્યાણની ભાવના સાથે દેશની ઉન્નતિ અને સુરક્ષા માટે પ્રાર્થના પણ કરવામાં આવનાર છે. જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરીયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ તથા દિલ્હી વગેરે રાજયોના તીર્થસ્થાનોનો સમાવેશ સમગ્ર પખવાડીયા ધાર્મિક કાર્યક્રમમાં સામેલ હોય આટલી મોટી સંખ્યામાં જ્ઞાતિજનોના લાંબા પ્રવાસને સફળ બનાવવા માટે વત્સલભાઇ પુરોહીત, હિતેશભાઈ ઠાકર, બ્રિજેશભાઈ ઠાકર, નારણભાઈ વાયરા, રાજુભાઇ ઠાકર વગેરે જ્ઞાતિજનો જ્ઞાતિના પ્રમુખ અશ્ર્વિનભાઇ પુરોહિતના માર્ગદર્શન તથા વ્યવસ્થાપન સમીતીના અન્ય હોદેદારોની સહાયથી જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.