Abtak Media Google News

૨૦૦૫માં ગુગલે એન્ડ્રોઈડને ૩૪૭ કરોડમાં ખરીદયું હતું

માઈક્રોસોફટનાં સંસ્થાપક બિલ ગેટસે માહિતી આપતાં જણાવ્યું હતું કે, એન્ડ્રોઈડને ગુમાવવું તે તેમનાં જીવનની સૌથી મોટી ભુલ હતી જો એન્ડ્રોઈડને તેઓએ ખરીદી લીધું હોત તો માઈક્રોસોફટની કંપની ‘અ લીડીંગ કંપની’ નહીં પણ ‘ધ લીડીંગ કંપની’ હોત. બિલ ગેટસે જણાવ્યું હતું કે, કોઈપણ વિજેતા તમામ માર્કેટ ઉપર પોતાનો પ્રતિભાવ છોડતો હોય છે ત્યારે માઈક્રોસોફટ દ્વારા જે મીસ મેનેજમેન્ટ થયું તેનાં કારણે હાલ એન્ડ્રોઈડ માઈક્રસોફટ પાસે રહ્યું નહીં તે માઈક્રસોફટની સૌથી મોટી હાર માનવામાં આવે છે.

બિલ ગેટસે વધુમાં જણાવતાં કહ્યું હતું કે, માઈક્રોસોફટની વિન્ડો પ્રોડકટ અને તેની ઓફિસ પ્રોડકટે માઈક્રોસોફટને એક નવા જ સ્તર પહોંચાડવા માટે મહેનત કરી હતી પરંતુ જે રીતે કંપની એન્ડ્રોઈડને ખરીદવામાં સફળ થઈ નહીં તે સ્થિતિમાં કંપની ‘ધ લીડીંગ કંપની’ નહીં પરંતુ ‘અ લીડીંગ કંપની’ છે ત્યારે બિલ ગેટસે માહિતી આપતા જણાવ્યું હતું કે, જો એન્ડ્રોઈડ માઈક્રોસોફટ પાસે હોત તો અત્યારનાં કંપની ટેકનોલોજીમાં મોખરે હોત. એન્ડ્રોઈડ કે જે સૌપ્રથમ પેલોઅલટો દ્વારા બનાવવામાં આવ્યું હતું જેને ગુગલે ૨૦૦૫માં ગુગલે ૩૪૭ કરોડમાં ખરીદયું હતું.

ગુગલ જયારે એન્ડ્રોઈડ પ્રોજેકટમાં વ્યસ્ત હતું તે સમય દરમિયાન માઈક્રોસોફટ તેનાં વિન્ડો મોબાઈલ પ્રોજેકટ સાથે કામ કરી રહ્યું હતું કે જે ૨૦૧૦માં સૌથી વધુ સફળ પણ થયું હતું પરંતુ ૨૦૧૭ની વાત કરવામાં આવે તો કંપનીએ તેનાં લેટેસ્ટ વિન્ડો ફોન વઝનને બંધ કરવાનો પણ નિર્ણય કર્યો હતો જેનું કારણ એન્ડ્રોઈડનો વધતો વ્યાપ પણ માનવામાં આવે છે. માઈક્રસોફટનાં સીઈઓ સ્ટીવ બોલમરે જણાવ્યું હતું કે, પ્રારંભિક સમયમાં એન્ડ્રોઈડ સામે વિન્ડો ફોનને વધુ ભાર આપવામાં આવતો હતો ત્યારે ૨૦૧૫માં કંપનીને સુચન કરવામાં આવ્યું હતું કે, માઈક્રોસોફટનાં ફોનમાં એન્ડ્રોઈડ સિસ્ટમ સપોર્ટ કરી શકે તે પ્રકારનાં ઉપકરણોનો ઉમેરો થવો જોઈએ પરંતુ કંપની દ્વારા તે સુચનને માન ન અપાતા હાલ માઈક્રોસોફટને ખુબ જ મોટો ફટકો પડયો છે અને કંપનીનાં સંસ્થાપક બિલ ગેટસે જણાવ્યું હતું કે, એન્ડ્રોઈડને ગુમાવવું તે તેમનાં જીવનની સૌથી મોટી હાર હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.