જેસીઆઈ ઉપલેટાને ઉત્કૃષ્ટ કામગીરી બદલ વાર્ષિક અધિવેશનમાં ૭ એવોર્ડથી સન્માન

46

જેસીઆઈ ઉપલેટાને જામનગર મુકામે વાર્ષિક અધિવેશનમાં સારી કામગીરી બદલ સન્માનવામાં આવ્યા છે.

જેસીઆઈ ઉપલેટાની સ્થાપના તા.૧૩/૮/૯૫થી થયેલ ત્યારથી સતત પ્રવૃતિ કરી આ વર્ષે ૨૦૧૮ ઝોન ફોન (વાર્ષિક અધિવેશન)માં જુદા જુદા વિભાગમાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે.

આ અધિવેશનમાં ઉપલેટામાંથી ૧૫ મેમ્બરોએ ભાગ લીધેલ હતો. જેસીઆઈ પ્રમુખ સુરેશ પરમાર, સેક્રેટરી મેહુલ ભાડવા, નેશનલ ટ્રેનર ડો.ગુણવંત નાયક, આઈપીપી અલ્પેશ વોરા, વાઈસ પ્રેસિડેન્ટ આનંદ ચૌહાણ, જેસી રવ જાંબુડીયા તથા જેસીઆઈ ચેરપર્સન કોમલ પરમાર, સેક્રેટરી ખ્યાતિ ભાડવા, પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રદધાબેન નાયક, જેસીરેટ અનિતા ચૌહાણ વગેરેએ દરમ્યાન કોલ પ્રવૃતિના ફળ સ્વરૂપે ૬ એવોર્ડ મેળવી સન્માન પ્રાપ્ત થયેલ છે.

જેમાં લોજા ઓફિસર વિનર જેસી મેહુલ ભાડવા, બિઝનેસ એન્ટરપ્રોમિયર જેસી ભાવેશ ધોળકિયા, જેસીઆઈ વિક વિનર એવોર્ડ, જેસીઆઈ ભલાઈની દિવાન સ્પેશ્યલ પ્રોજેકટ, જેસીરેટ વિશે એકટીવીટી કરવા બદલ, જેસીઆઈ વર્ષ દરમ્યાન સારી કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું છે.

 

 

 

Loading...