Abtak Media Google News

મોરબીના રફાળેશ્વર ગામ પાસે સુઝુકી એક્સેસમાં વિદેશી દારૂની ૭ બોટલ લઈ જઈ રહેલા શખ્સને પોલીસે દબોચી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલા રફાળેશ્વર મંદિર સામે મહેશ પરબતભાઇ સાવધારીયા નામનો શખ્સ સુઝુકી એક્સેસની ડેકીમાં વિદેશી દારૂની ૭ બોટલ કિંમત રૂ. ૨૧૦૦ લઈને જતો હતો તે દરમિયાન મોરબી તાલુકા પોલોસે આ શખ્સને ઝડપી પાડ્યો હતો.

પોલીસે શખ્સની ધરપકડ કરી વિદેશી દારૂ અને સુઝુકી એક્સેસ મળી કુલ રૂ. ૩૨,૧૦૦નો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.