Abtak Media Google News

જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક એસ.જી. ત્રિવેદી તથા જૂનાગઢ જીલલા પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ સુચના તથા કેશોદ ડીવીઝન કેશોદના નાયબ પોલીસ અધિક્ષક જે.બી.ગઢવીના સીધા માર્ગદર્શન હેઠળ બાંટવા પો.સ્ટે.માં પો.સબ. ઈન્સ. આર.કે. રાઠવા તથા એ.એસ.આઈ. અરજણભાઈ મકનભાઈ વાઢીયા તથા પો. હેડ કોન્સ. માલદેભાઈ પીઠાભાઈ મારૂ તથા પો.કોન્સ. મસરીભાઈ દેવાણંદભાઈ વરૂ તથા સંજયભાઈ જીણાભાઈ તથા પ્રકાશભાઈ રાજાભાઈ તથા ભરતભાઈ નાજાભાઈ વિગેરે પો.સ્ટાફના માણસો બાંટવા બાયપાસ બગીચા પાસે વાહન ચેકીંગમાં હતા દરમિયાન પોરબંદર તરફથી એક ટ્રક આવતા જેમાં ભારતીય બનાવટની ઈગ્લીશ દારૂની જુદી જુદી કંપનીનો ઈગ્લીશ દારૂ બોકસ નં. ૫૭૦ જેમાં બોટલો નંગ. ૬૮૪૦ જેની કિ. રૂ. ૨,૦૫૨,૦૦૦ તથા ટ્રક એક જેની કિ. રૂ. ૯,૦૦,૦૦૦ તથા મો.ફોન નંગ. ૨ કિ. રૂ.૨૦૦૦ તથા રોકડા રૂ.૧૧૦૦ મળી કુલ મુદામાલ કિ. રૂ. ૨૯૫૫૧૦૦ના મુદામાલ

સાથે બે ઈસમોને પકડી પાડી બાંટવા પો.સ્ટે.માં પ્રોહી ધારા મુજબ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.