Abtak Media Google News

મચ્છરોનો ઉપદ્રવ ડામવામાં આરોગ્ય તંત્ર નિષ્ફળ લોકોએ પણ જાતૃત થવાની રૂ

શહેરમાં ચીકન ગુનીયા નામથી જ લોકોમાં ફફડાટ વ્યાપી જાય છે ત્યારે રાજકોટ જીલ્લામાં સરકારી હોસ્પિટલમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ચીકન ગુનીયાના ૬૭ કેસ નોંધાયા છે. જયારે ચીકન ગુનીયા રોગ મચ્છર કરડવાથી જ થાય છે. અને જે તે એરીયામાં ગંદકી અને વાસણોમાં પાણી ભરાયેલ રહેતા હોય ત્યાં મચ્છરોના ઉપદ્રવ થઇ ચીકન ગુનીયા થવાનો વધુ ખતરો રહેલો છે.જીલ્લા પંચાયતના મલેરીયા વિભાગના અધિકારી જી.પી. ઉપાઘ્યાયના જણાવ્યા અનુસાર રાજકોટ જીલ્લામાં ચીકન ગુનીયાના કેસ નોંધાયા છે.ચીકન ગુનીયાનો રોગ ખાલી વાસણો કે જગ્યામાં ભરાયેલા પાણીમાં મચ્છરોના ઉપદ્રવથી તેનાથી મચ્છર માણસને કરડવાથી થાય છે અને લોહી તપાસમાં  ચીકન ગુનીયા પોઝીટીવ આવ્યા બાદ ચાલવામાં તકલીફ રહે છે. મોટાભાગના દર્દીઓ પંદરથી વધુ દિવસ પથારીવશ રહે છે પરંતુ આ રોગમાં દર્દીઓને મૃત્યુની શકતયા ઓછી છે.પરંતુ યોગ્ય સારવાર અને દવાથી ચીકનગુનીયામાંથી બહાર આવી શકાય છે.આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જે વ્યકિતને ચીકન ગુનીયા થયો હોય તેના ઘરે જઇ તે વિસ્તારમાં ૫૦ મીટર સુધીમાં આવેલા ઘરોમાં પીવાના પાણી ખુલ્લા વાસણમાં રખાયેલ પાણીની ચકાસણી કરવામાં આવે છે. અને મચ્છરોને તેમાંથી ઉત્પન્ન થતા અટકાવવામાં આવે છે. ચેપી મચ્છર આજુબાજુના લોકોને ચીકનગુનીયા ન ફેલાવે તે માટે આવા વિસ્તારોમાં દવાનો છંટકાવ ૩૦ મીનીટ ઘર બંધ રાખવામાં આવે છે જેથીમચ્છરો નાશ પામે જયારે લોકોએ પણ મચ્છરોનો ઉપદ્રવ ડામવા બાબતે જાગૃત થવાની જરૂર છે અને સુવા સમયે મચ્છરદાની ઉ૫યોગ કરે તેમ ડો. ઉપાઘ્યાયે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.