રાજકોટ માટે રાહતના સમાચાર, આજે લેવાયેલા 68 સેમ્પલમાંથી 65ના રિપોર્ટ નેગેટિવ, 3 આવવાના બાકી

93

રાજકોટમાં આજે સૌથી વધુ કોરોના વાઇરસના શંકાસ્પદ 68 કેસ નોંધાયા છે. આ તમામના સેમ્પલ લઇ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં 65 દર્દીના રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય વિભાગે હાશકારો અનુભવ્યો છે.

હજી ત્રણના રિપોર્ટ આવવાના બાકી છે. આ અંગે રાજકોટ મનપાના કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

કોરોના વાઇરસનો પહેલો પોઝિટિવ કેસ નોંધાયો હતો તે જંગલેશ્વર વિસ્તારમાં તંત્રની નજર છે. તંત્ર દ્વારા સેમ્પલ સાઇઝ વધારવામાં આવી છે. એક જ વિસ્તારમાંથી 2 કેસ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ બન્યું છે. આજ રોજ 68 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમા 68 પૈકી 65 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

જ્યારે ત્રણની રાહ જોવાઇ રહી છે. ભાવનગરમાં આજે 119 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

Loading...