Abtak Media Google News

Table of Contents

શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા હરબટીયાળી મુકામે અખાત્રીજના

પ્રણેતા લેકસીકોન સિરામિક મોરબીના નરેન્દ્રભાઈ સંઘાત દ્વારા સમારોહમાં જ્ઞાતિ રત્નો, આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા: સમાજ શ્રેષ્ઠીઓની રકતતુલા: ‘એક માંડવે લગ્ન’માં સમાજને પ્રેરણાદાયી કાર્યક્રમો યોજાયા

સરદાર લેઉવા પાટીદાર સમાજ,અને ટંકારા સમુહ લગ્ન સમિતિ દ્વારા હરબટીયાળી મુકામે ‘એક માંડવે લગ્ન’ પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમા ગરીબ અને અનાથ એવા ૬૨ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા. આ સમૂહ લગ્નમાં દિકરીઓને ૭૬ થી વધુ વસ્તુઓ કરીયાવરમાં આપવામાં આવી હતી. આ સમૂહ લગ્નમાં એક અનેરા કાર્ય એટલે કે વૃક્ષારોપણ કરીને લગ્નની શ‚આત કરવામાં આવી હતી.7 1

સમૂહ લગ્નની તૈયારી આયોજકો છેલ્લા છ મહિનાથી કરતા હતા અને દરેક પ્રકારની વસ્તુઓનાં દાતાઓ અને સમિતિના લોકોએ ખૂબજ જહેમત ઉઠાવીને સમૂહ લગ્નને સફળ બનાવ્યા હતા. આ સમૂહ લગ્નમાં નરેશભાઈ પટેલ અને જયેશભાઈ રાદડીયાની રકતતુલા કરવામાં આવી હતી આ પ્રસંગે નરેશભાઈ પટેલ, જયેશભાઈ રાદડીયા, અશોકભાઈ પટેલ, નરેન્દ્રભાઈ સંઘાત, શીવલાલભાઈ વેકરીયા, મોરબી જિલ્લા કલેકટર સહિતના મહાનુભાવો અને બહોળી સંખ્યામાં લોકોએ હાજરી આપી નવદંપતિઓને આર્શીવચન પાઠવ્યા હતા.6 2

વ્યક્તિ થી મોટો સમાજ છે ,સમાજ થી મોટો રાષ્ટ્ર હોય અને તેમાં સમાજ મા સંગઠન ભળે,તો સોના મા સુગંધ ભળે. સમાજ ના પ્રથમ,ઐતહાસિક સમૂહ લગ્ન ને મળેલ સફળતા નો શ્રેય શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ના સર્વે સમાજ જન,દાતા ના અને કાર્યકર્તા ની નીસ્થાપૂર્વક મહેનત છે. સાથેજ નવદંપતી તેમજ તેમના પરિવારો એ આ ઐતહાસિક પહેલ માં ભાગ લઇ સમાજ ને નવી રાહ ચીંધી છે .Vlcsnap 2019 05 07 13H50M50S165 2

સમૂહ લગ્ન સમિતિ ના કંમિટમેન્ટ,જીણવટ ભર્યું પ્લાંનિંગ,અને સતત ફોલ્લોઅપ .ખોડલધામ નું ગાઈડન્સ .શ્રી નરેશભાઈ ની પ્રેરક હાજરી અને સમાજ ને ઉપયોગી વિવિધ પ્રોજેક્ટ મા સાથ આપવા ના આશીર્વાદ તેમનો આ સમાજ માટે નો પ્રેમ દર્શાવે છે .શ્રી જયેશભાઇ ની ઉપસ્થતિ પણ સમાજ માટે પ્રરેક રહી છે.તેવો સમાજ ના યુવા આગેવાન છે .શ્રી જમનભાઈ તારપરા,શ્રી શિવલાલભાઈ વેકરિયા,શ્રી ગોવિંદભાઇ ખૂટ,કે જેઓ આપડા સમાજ ને શિક્ષણ ની નવી રાહ માટે મદદરૂપ થઇ રહ્યા છે.9

શ્રી માકડીયા સાહેબ અને અન્ય મહાનુભવો એ આપડા સમાજ ના આમંત્રણ ને સ્વીકારી સમાજ નું માન રાખેલ.દરેક ગામ અને દરેક કમિટી ના મેમ્બર ને  હજાર હજાર સલામ .સલાહકાર કમિટી ના શ્રી ભવાનભાઈ,જગુભાઈ , રામજીભાઈ,ભીખાભાઇ,કાનાભાઇ,બેચરભાઈ, લવજીભાઈ,ને અભિનંદન .ચેન્નાઇ,મુંબઈ ટીમ ને સુપેરે કામ કરવા બદલ અભિનંદન.શ્રી નરેન્દ્રભાઈ,ભીખાભાઇ,કાનાભાઇ, હેમંત સાહેબ , સંજયભાઈ ડાકા,નયનભાઈ , હેમરાજભાઈ, અશ્વિનભાઈ સરપંચ,સંજયભાઈ ભાગ્યા,પ્રકાશભાઈ,રાજુભાઈ,રમેશભાઈ અને રસિકભાઈ,વગેરે મિત્રો ને આવા સુંદર આયોજન ને સફળ બનવા જે મહેનત કરી છે તે બદલ તેમને નમન.આપ સહુ સમાજ ને હજુ  હંમેશા સાથ આપતા રહો તેવી શુભકામના.

૧૦૦૦ રકતની બોટલોથી નરેશ પટેલ અને જયેશ રાદડીયાની રકતતુલા કરાઇ

1 5

શ્રી ખોડલધામ સમિતિ અને સમુહ લગ્ન સમિતિ ટંકારા દ્વારા રકતદાન કેમ્પના આયોજન કરી ૧૦૦૦ બોટલ રકત એકઠુ કરવામા આવ્યું હતુ જે સમુહ લગ્નોત્સવમાં નરેશભાઈ પટેલનું ૧૭૯મી રકતતુલા કરવામાં આવી હતી તેમજ જયેશભાઈ રાદડીયાને પણ રકતતુલા કરીને આ બધુ રકત જ‚રીયાતમંદ લોકોને આપવાનો નિર્ણય કર્યો હતો.

એક માંડવે  લગ્નમાં ૬૨ જેટલા નવયુગલોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણનો સંદેશો આપી પોતાના નવજીવનની શુભ શરૂ આત કરીImg 20190509 Wa0000

અબતકડિજિટલના માધ્યમથી લાખો લોકોએ સમુહ લગ્નોત્સવ લાઈવ નિહાળ્યો જે પ્રશંસનીય : નરેશ પટેલ 

Vlcsnap 2019 05 07 13H35M32S489 2

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલે જણાવ્યું હતુ કે લેઉવા પટેલ સમાજ અને સમૂહ લગ્ન સમિતિ ટંકારા દ્વારા ટંકારાના હરબટીયાળી ગામ ખાતે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન અશોકભાઈ અને નરેન્દ્રભાઈની મહેનતથી કરવામાં આવ્યું છે. પ્રથમ વારમાં જ ૬૨ નવદંપતિઓ સાથે જોવા મળશે જેમાં ૧૪ દિકરીઓ મા કે બાપ વગરની છે. આ ૧૪ દિકરીઓને કોઈ પણ પ્રકારનો ખર્ચો ન થાય તેની ખાસ કાળજી લેવામાં આવી હતી.

સમૂહ લગ્ન એ ખૂબ સારો વિચાર છે. એક લગ્નમાં પણ ઘણી મહેનત અને ખર્ચો આવતો હોય છે. પરંતુ આ સમુહ લગ્નમાં દરેક સમાજમાં કરીયાવરની વસ્તુ ૫૦ થી ઓછી નથી હોતી અને સમૂહ લગ્નના કારણે ઘણા ગરીબ લોકોને મદદ મળી જાય છે. જેથી દાતાઓ પણ સમૂહ લગ્નને વધાવે છે.

નાના એવા ગામમાં સમૂહ લગ્નનું આટલું જાજરમાન આયોજન કરી સમાજને બિરદાવ્યો: જયેશ રાદડીયા

Vlcsnap 2019 05 07 13H37M32S291 2

જયેશભાઈ રાદડીયાએ જણાવ્યું હતુ કે ટંકારાના હરબટીયાળી મુકામે લેઉવા પટેલ સમાજના પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ દાતાશ્રીઓ અને સમાજના સહકારથી આ પ્રથમ સમૂહલગ્નનું આયોજન કરાયું હતુ. સમાજમાં ઘણા દિકરા-દિકરીઓ ગરીબ હોય શકે કદાચ એ મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પણ આવતા હોય પરંતુ સમાજના અનેક દાતાઓ જવાબદારી સમજી સાથ સહકારથી આવા સમૂહ લગ્નમાં મદદરૂપ બનતા હોય છે.

આ નાના એવા ગામમાં સમૂહ લગ્નનું આટલું જાજરમાન આયોજન કરી સમાજને બિરદાવ્યો છે. અને આવનાર ભવિષ્યમાં દરેક ક્ષેત્રે સમાજ આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યો છે. મોટાભાગે સમૂહ લગ્ન કરવાનો મુખ્ય ઉદેશ એ હોય કે સમાજમાં રહેતા અમૂક દિકરા-દિકરીઓની પરિસ્થિતિ ખરાબ હોય જેને દરેક પ્રકારે મદદ મળી રહે.

Vlcsnap 2019 05 07 13H37M49S775 2

સમુહ લગ્નના આયોજક અને લેકસીકોમ સિરામિકના માલિક નરેન્દ્રભાઈ સંઘાતે જણાવ્યું હતુ કે આ સમૂહ લગ્ન માટે મે લેઉવા પટેલ સમાજને પ્રેરણા આપી આ પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં ૬૨ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડયા છે. જેને અમે ૭૫ જેટલી વસ્તુઓ ક્ધયાદાનમાં આપી છે.આ સમૂહ લગ્નનો મુખ્ય હેતુ સમય અને શકિત બચાવવાનો તેમજ ખોટા ખર્ચને તિલાંજલી આપવાનો છે. આ સમૂહ લગ્નને ઐતિહાસીક બનાવવા માટે યજમાન ગામના મહિલાઓ, યુવાનો, બાળકો અને વડીલોએ ખૂબ સાથ સહકાર આપ્યો હતો.

Vlcsnap 2019 05 07 13H38M00S793 2

સરદાર લેઉવા પાટીદાર સમાજના પ્રમુખ અશોકભાઈ પટેલે જણાવ્યું હતુ કે સમૂહ લગ્નએ માનવ શકિત અને સંગઠનનો મોટા પરીચય છે. ૧૧૦૦૦ હજારની વસ્તીમાં ૬૨ યુગલોને બેસાડી સમૂહ લગ્નમાં સફળતા મળી છે. જેમાં સમાજના લોકો યજમાન ગામ હરબટીયાળી ગામ તેમજ કાર્યકરોએ ખૂબજ મહેનત કરી હતી. સાથે રકતતુલા અને વૃક્ષારોપણના કાર્યક્રમનું પણ આયોજન કર્યું હતુ.

જેમાં રકતદાનમાં અમને ૮૭૬ જેટલી લોહીની બોટલ મળી છે. બ્લડ બેંક ન્યારા રકતદાન ચાલી રહ્યું હતુ તેમાંથી ૨૫૦ જેટલી બોટલો મળી એમ અમને ૧૦૦૦ જેટલી બોટલો મળી છે. તેમજ અમે ૮ થી ૯ હજાર લોકો સાથે સમૂહ ભોજન લેશુ એજ અમારી શકિત છે. આ કાર્યક્રમમાં માઈકોમેનેજમેન્ટ ખૂબજ સારી રીતે કરેલું છે. તેમજ મહિલાઓએ ખૂબજ સરસ રંગોળીબ નાવી હતી.

Vlcsnap 2019 05 07 13H38M09S067

સમૂહ લગ્નમાં દરેક પ્રકારે સેવા કાર્ય કરતાભીખાભાઈએ જણાવ્યું હતુ કે લેઉવા પાટીદાર સમાજ અને સમૂહ લગ્ન સમિતિ ટંકારા દ્વારા જાજરમાન સમૂહ લગ્ન યોજવામાં આવ્યો એનું નામ એકમાંડવે લગ્ન એવું આપ્યું હતુ આમા સમાજના દરેક જ‚રીયાતમંદ તમામ યુગલો જોડાય હતા. જેથી કરીને અમારી સંગઠન શકિત વધે, સમય બચે અને સમૃધ્ધિ વધે સાથે સાથે આ સમુહ લગ્નની વિશેષતા એ હતી કે ૬૨ દિકરીઓમાંથી ૧૪ દિકરીઓ મા કે બાપ વગરની હતી તેમને સમૂહ લગ્નના સમાજના બે દાતાઓ વતી ૧૭૫૦૦ જેટલી ડિપોઝીટ તરીકે રકમ આપવામાં આવી છે.

Vlcsnap 2019 05 07 13H38M30S539

હરેશભાઈએ જણાવ્યું હતુ કે એક માંડવે લગ્ન સમૂહ લગ્નમાં દાતાઓનો ઘણો સહયોગ મળ્યો છે. જેમાં રકતદાનના દાતા, કરીયાવરના દાતા, રોકડ દાનના દાતાએ ઘણુ મોટુ યોગદાન આપ્યું છે. આ સમૂહ લગ્નનો મુખ્ય હેતુ સમયશકિત ન વેડફાઈ એવો હતો. તેમજ આ લગ્નોત્સવમાં સ્વયંસેવકોએ પણ ખૂબજ સાથ સહકાર આપ્યો છે.

ખાસ કરીને ૧૨૪ કુટુંબો છે એને દરેકને અલગ અલગ ભોજન રાખવું પડત કે અલગ અલગ જે ખર્ચા કરવા પડત તેમજ લોકોને જે આવવા જવાનો ટાઈમ બગડત એજ મોટી જ બચત છે. એમાય બધા સાથે મળીને ભોજન લેશુ એજ એકતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.