Abtak Media Google News

જામનગરની પટેલ કોલોની વિસ્તારમાં આવેલા એક ફલેટમાંથી આરઆર સેલે અંગ્રેજી શરાબની સાંઈઠ બોટલ પકડી પાડી છે. જ્યારે આરોપી છનનન થઈ ગયો છે. ઉપરાંત લાલપુરમાં એક પિતા-પુત્ર શરાબની ચાર બોટલ સાથે પકડાઈ ગયા છે તેમજ અલિયા ગામ પાસેથી એક શખ્સને શરાબની બે બોટલ સાથે ઝડપી લેવાયો છે.

જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા એક મકાનમાં અંગ્રેજી શરાબનો જથ્થો પડયો હોવાની બાતમી રાજકોટ રેન્જના આઈજીની આરઆર સેલના હે.કો. ચંદ્રવિજયસિંહ ઝાલા તથા રઘુભા પરમારને મળતા ગઈકાલે બપોરે પોલીસ કોલોની શેરી નં.૬માં આવેલા એપાર્ટમેન્ટમાં જયદેવસિંહ હનુભા સોલંકીના ફલેટમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

આ સ્થળે આરઆર સેલે તલાશી લેતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૬૦ બોટલ મળી આવી હતી. રૃા.૩૦ હજારની બોટલ કબજે કરવામાં આવી છે. જ્યારે દરોડા પહેલા જયદેવસિંહ નાસી ગયો હોય તેની સામે સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવવામાં આવ્યો છે. જામનગર તાલુકાના અલિયા ગામ નજીકની રૃપારેલ નદીના પુલ પાસેથી ગઈકાલે સાંજે પસાર થતા જીજે-૩-એફએલ ૯૪૧૮ નંબરના એક્સેસ સ્કૂટરને પોલીસે આંતરી તેના ચાલક ગંગાજળા (મોડા) ગામના જીતેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજાની તલાશી લેતા તેના કબજામાંથી શરાબની બે બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ કબજે કરી આરોપીની ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.