Abtak Media Google News

મુખ્યમંત્રીનો શહેરી સુખાકારી અને  સુવિધા વૃદ્ધિનો જનહિત અભિગમ

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં શહેરી વિસ્તારો માં જનસુખાકારી સુવિધા વૃદ્ધિનો જનહિત અભિગમ અપનાવતાં ૬ મહાપાલિકા અને ૭ નગરપાલિકાઓમાં વિકાસ કામો માટે એક જ દિવસમાં રૂ. ૧૮૮૭.૭૩ કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, વિજયભાઇ રૂપાણીએ આ નગરો-મહાનગરોમાં ફલાય ઓવરબ્રીજ, આંતરમાળખાકીય વિકાસના કામો, રસ્તાના કામો તેમજ આગવી ઓળખના કામો, રેલ્વે અંડરબ્રીજના તથા આઉટ ગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે આ ગ્રાન્ટ ફાળવવાની પરવાનગી આપી છે વિજય ભાઈ રૂપાણી એ શહેરી વિકાસ  શહેરી સુખાકારીના સર્વગ્રાહી અભિગમથી જે કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે તેમાં અમદાવાદ મહાપાલિકામાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કામો માટે રૂ. પ૯૯.૨૦ કરોડ, સુરતમાં રૂ. ૪૭૯.૮૩ કરોડ તેમજ વડોદરામાં રૂ. ૧૭૯.ર૮ કરોડ અને રાજકોટમાં રૂ. ૧૪૪.પ૪ કરોડ તથા જામનગર મહાપાલિકાને રૂ. ૬પ.પ૦ કરોડનો સમાવેશ થાય છે. આ ફાળવણી અન્વયે આંતરમાળખાકીય વિકાસના જે કામો હાથ ધરાશે તેમાં પાણી પૂરવઠા, ડ્રેનેજ લાઇન, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, ફાયર સેફટીના સાધનોની ખરીદી તેમજ રસ્તા અને લાઇટના કામો ઉપરાંત સિટી સ્કેન મશીન, એમ.આર.આઇ મશીન વગેરેની ખરીદી, અર્બન હેલ્થ સેન્ટર, સાંસ્કૃતિક કેન્દ્ર, મલ્ટીલેવલ પાર્કીંગ, શાક માર્કેટ અને સ્વીમીંગ પુલ અને જીમ્નેશીયમ બનાવવાના કામો હાથ ધરી શકાશે  વિજયભાઇ રૂપાણીએ વડોદરા મહાનગરમાં રસ્તાના કામો માટે રૂ. ૩પ કરોડ, રાજકોટમાં રૂ. રપ કરોડ, જામનગરમાં રૂ. પ.૦૮ કરોડ અને જુનાગઢ મહાનગરમાં રૂ. ૬ કરોડ એમ કુલ રૂ. ૭૧.૦૮ કરોડ ફાળવવાની મંજૂરી આપી છે મુખ્યમંત્રી એ મહાનગરોમાં માર્ગો પરનું વાહન ટ્રાફિક ભારણ હળવું થાય અને વાહનચાલકોને ટ્રાફિક જામની સમસ્યા ન નડે તે માટે રાજ્યના શહેરો-નગરોમાં ૭પ જેટલા ફલાય ઓવરબ્રીજ બનાવવાના નિર્ણયને પગલે અત્યાર સુધીમાં ૨૩ ફલાય ઓવરબ્રીજની નિર્માણની સૈદ્ધાંતિક મંજૂર આપી છે.

તેમણે તળાજા નગરપાલિકાની કચેરીના નવા મકાન માટે રૂ. ૧ કરોડ તથા ગોધરા નગરપાલિકાને રેલ્વે અંડરબ્રીજ માટે રૂ. ૯ કરોડ ૮૬ લાખ ફાળવવાની પણ સૈદ્ધાંતિક મંજૂરીઓ આપી છે.

મુખ્યમંત્રીએ મહાનગરોમાં માર્ગો પરનું વાહન ટ્રાફિક ભારણ હળવું થાય અને વાહનચાલકોને ટ્રાફિક જામની સમસ્યા ન નડે તે માટે રાજ્યના શહેરો-નગરોમાં ૭પ જેટલા ફલાય ઓવરબ્રીજ બનાવવાના નિર્ણયને પગલે અત્યાર સુધીમાં ૨૩ ફલાય ઓવરબ્રીજની નિર્માણની સૈદ્ધાંતિક મંજૂર આપી છે.

હવે રાજકોટ મહાનગરમાં પાંચ નવા ફલાય ઓવરબ્રીજ અને ડીસા તથા પાલનપૂર એક-એક ફલાય ઓવરબ્રીજ બનાવવાની આ સૈદ્ધાંતિક મંજૂરીને પરિણામે આ ત્રણેય નગરોમાં ટ્રાફીક સમસ્યા મહદઅંશે નિવારી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.