Abtak Media Google News

રાજકોટ, ગ્રામ્ય, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ, દ્વારકા અને બોટાદમાં ૪૨૬ વાહન ડીટેઇન કરાયા

કોરોના વાયરસ સમગ્ર વિશ્ર્વમાં હાહાકાર મચાવી રહ્યો હોવાથી ભારતમાં કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા લોક ડાઉન ત્યારે લોક ડાઉનનો ભંગ કરી લટાર મારવા નીકળેલા સૌરાષ્ટ્રના ૮૪૯ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. રાજકોટ, રૂરલ, મોરબી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, બોટાદ, અમરેલી, પોરબંદર, અને સુરેન્દ્રનગર પોલીસે લોક ડાઉનનો અમલ કરાવવા ૪૨૬ વાહન ડીટેઇન કર્યા છે.

રાજકોટ શહેરના જ્યુબીલી ચોક, રામનાથપરા અને ભક્તિનગર સ્ટેશન પ્લોટ પાસેથી ૩ શખ્સોને એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. મોરબી રોડ જકાત નાકા, નવાગામ, માકેર્ટીંગ યાર્ડ, ગીરીરાજ પાર્ટી પ્લોટ, સંત કબીર રોડ, કેશરે હિન્દ પુલ, આશ્રમ રોડ, ગ્રીન લેન્ડ ચોકડી અને ગાયત્રી પાર્ક પાસેથી ૨૧ શખ્સોની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. ચુનારાવાડ પાસેથી ૬ શખ્સને થોરાળા પોલીસે ધરપકડ કરી છે. સહકાર મેઇન રોડ, હસનવાડી મેઇન રોડ અને શ્રીરામ પાર્ક પાસેથી ભક્તિનગર પોલીસે ૫ શખ્સોની ધરપકડ કરી છે. ગોલીડા ગામ, કોઠારિયા રોડ, આજી ડેમ પોલીસ સ્ટેશન પાસેથી ૬ શખ્સોને આજી ડેમ પોલીસે ધરપકડ કરી છે. મવડી મેઇન રોડ, આનંદ બંગલા ચોક, કોટેચા ચોક અને કે.કે.વી. ચોક પાસેથી ૪ શખ્સોની માલવીયાનગર પોલીસે ધરપકડ કરી છે. સિંધી કોલોની પાસેથી ૩ શખ્સોની પ્ર.નગર પોલીસે ધરપકડ કરી છે. ઘંટેશ્ર્વર ચોકડી, હનુમાન મઢી ચોક, ધ્રુવનગર, માધાપર ચોકડી અને ઇન્દિરા સર્કલ પાસેથી ૧૦ શખ્સોની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી છે. વાવડી ચોકડી, પાટીદાર ચોક, મવડી, કણકોટ રોડ, વગડ ચોક અને મોટા મવા ગામ પાસેથી ૭ શખ્સોને તાલુકા પોલીસે ધરપકડ કરી છે. રામાપીર ચોકડી, શિતલ પાર્ક અને રામેશ્ર્વર મેઇન રોડ પાસેથી ૮ શખ્સોની યુનિર્વસિટી પોલીસે ધરપકડ કરી છે. ગાંધીગ્રામ અને ટ્રાફિક બ્રાન્ચે ૨૯૧ વાહન ડીટેઇન કર્યા છે.

રાજકોટ ગ્રામ્યના કોટડા સાંગાણી ૧૨, જામકંડોરણા ૭, ધોરાજી ૨૬, જેતપુરમાં ૬૩, લોધિકામાં ૧૪, ગોંડલમાં ૪૨, ઉપલેટામાં ૧૭, વિરપુરમાં ૨, આટકોટમાં ૧૦ અને શાપરમાં ૧૨ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. બોટાદમાં ૩૭, દેવભૂમિ દ્વારકામાં ૪૭, ગીર સોમનાથમાં ૩૬, પોરબંદર ૫૦, મોરબીમાં ૧૦, ભાવનગર ૧૭૧, સુરેન્દ્રનગર ૪૪, જૂનાગઢમાં ૧૪૫, જામનગર ૩૭, અને અમરેલી ૧૪૪ શખ્સોની ધરપકડ કરી છે. રાજકોટ શહેર, ગ્રામ્ય અને મોરબી પોલીસે ૪૭૧ વાહન ડીટેઇન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.