Abtak Media Google News

રાજકોટ, ગ્રામ્ય, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ, દ્વારકા અને બોટાદમાં ૭૯૧ વાહન ડીટેઇન કરાયા

કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો હોવાથી ભારતમાં કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા લોક ડાઉનને તા. ૧૭ મે સુધી લંબાવવામાં આવ્યું છે ત્યારે ગતરાતે પગ વાળીને ન બેસી લોક ડાઉનનો ભંગ કરી લટાર મારવા નીકળેલા સૌરાષ્ટ્રના ૮૯૯ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. રાજકોટ, રૂરલ, મોરબી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, બોટાદ, અમરેલી, પોરબંદર, અને સુરેન્દ્રનગર પોલીસે લોક ડાઉનનો અમલ કરાવવા ૭૯૧ વાહન ડીટેઇન કર્યા છે.

રાજકોટ શહેરના વિદ્યાનગર, વિરાણી ચોક, રામનાથપરા, જયુબીલી ચોક, ત્રિકોણ બાગ અને ભૂતખાના ચોક પાસેથી ૯ શખ્સોને એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. પેડક રોડ, સંત કબીર રોડ, ભગવતીપરા, મોરબી રોડ જકાત નાકા, ત્રિમૂર્તિ ચોક, ગ્રીનલેન્ડ ચોકડી, નવાગામ, કેશરે હિન્દ પુલ અને માકેર્ટીગ યાર્ડ પાસેથી ૧૭ શખ્સોની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. ભાવનગર રોડ, ચુનારાવાડ ચોક, રાજારામ સોસાયટી, આજી ડેમ પુલ, ગંજીવાડા, રાજમોતી મીલ, કનકનગર અને સંત કબીર રોડ પાસેથી ૧૫ શખ્સને થોરાળા પોલીસે ધરપકડ કરી છે. બેટી પાસેથી ૫ શખ્સોની કુવાડવા પોલીસે ધરપકડ કરી છે. ઢોલરા પાટયું, કોઠારિયા રોડ, સ્વાતિ પાર્ક અને તિરૂપતિ સોસાયટી પાસેથી ૮ શખ્સોની આજી ડેમ પોલીસે ધરપકડ કરી છે. મવડી ચોકડી, પુનિતનગર, માયાણી ચોક, ગોર્વધન ચોક, જયંત કે.જી.સોસાયટી અને સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી ૧૦ શખ્સોની માલવીયાનગર પોલીસે ધરપક છે. જંકશન પ્લોટ અને જામ ટાવર ચોક પાસેથી ૩ શખ્સોની પ્ર.નગર પોલીસે ધરપકડ કરી છે. ઘંટેશ્ર્વર ચેક પોસ્ટ, બજરંગવાડી, હનુમાન મઢી, નાગેશ્ર્વર મંદિર અને કૃષ્ણનગર પાસેથી ૯ શખ્સોની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી છે. પાટીદાર ચોક, સ્પીડવેલ પાર્ટી પ્લોટ, શ્યામલ ચોક, મામાપીર મંદિર પાસે, નંદનવન ચોક, હુસેની ચોક અને પુનિતનગર પાણીના ટાંકો પાસેથી ૧૪ શખ્સોને તાલુકા પોલીસે ધરપકડ કરી છે. શિતલ પાર્ક, પંચયાત ચોક, વિરડા વાજડી, આકાશવાણી ચોક, મીરાનગર અને ઇન્દિરા સર્કલ પાસેથી ૧૩ શખ્સોની યુનિર્વસિટી પોલીસે ધરપકડ કરી છે. જુદા જુદા ૫ પોલીસ મથકના સ્ટાફ અને ટ્રાફિક બ્રાન્ચે ૬૦૭ વાહન ડીટેઇન કર્યા છે.

રાજકોટ ગ્રામ્યના કોટડા સાંગાણી ૯, લોધિકા ૮, જામકંડોરણા ૧, ધોરાજી ૨૫, જેતપુરમાં ૨૪, પડધરી ૮, ગોંડલમાં ૧૭, ઉપલેટામાં ૧૮, ભાયાવદરમાં ૧૪, પાટણવાવ ૩, જસદણ ૧૬, વિછીયા ૨, ભાડલામાં ૨૧, આટકોટમાં ૧૦ અને શાપરમાં ૨૪ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.

બોટાદમાં ૪૯, દેવભૂમિ દ્વારકામાં ૨૫, ગીર સોમનાથમાં ૫૫, પોરબંદર ૭૫, મોરબીમાં ૩૬, ભાવનગર ૧૭૯, સુરેન્દ્રનગર ૯૫, જૂનાગઢમાં ૧૯૨, જામનગર ૩૭, અને અમરેલી ૮૩ શખ્સોની ધરપકડ કરી છે. રાજકોટ શહેર, ગ્રામ્ય અને મોરબી પોલીસે ૭૯૧ વાહન ડીટેઇન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.