Abtak Media Google News

રજી ઓકટોબર ભારત અને વિશ્વમાં પૂ. બાપુની ૧૫૦મી જયંતિ ઉજવાઇ રહી હતી. ત્યારે બાપુના જન્મસ્થળ પોરબંદરના રેલવે સ્ટેશન તેઓની ઐતિહાસિક થી જોડાયેલ વિવિધ સમારંભો અને ઉલ્લાસપૂર્ણ ગતિવિધિઓની સાક્ષી બની.

પશ્ર્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી રવિંદ્ર ભાકરના જણાવ્યુંસાર પશ્ર્ચિમ રેલવે જેેણે ગુજરાત પ્રદેશના ભાવનગર ડીવીઝનમાં સ્થિત પોરબંદર પોતાના સીમા ક્ષેત્ર હેઠળ જોડાવવા બદલ ગૌરવ પ્રાપ્ત કરે છે. ર ઓકટોબર ૨૦૧૮ પોરબંદર રેલવે સ્ટેશન પરિસરમાં વિવિધ ઐતિહાસિક કાર્યક્રમો અને ગતિવિધિઓનું આયોજન કરવામાં આવ્યું.2 26પોરબંદર સ્ટેશનના સરકયુલેટીંગ એરીયા અને યાર્ડ સહીત આખા પરિસરમાં આવશ્યક સ્વચ્છતા સુનિશ્ચીત કરવા માટે સ્ટેશન કર્મચારીઓ અને ગેંગમેનો દ્વારા સફાઇ અભિયાન ચલાવવામાં આવ્યો પરિસરમાં આયોજીત શ્રમદાન ગતિવિધિઓમાં કોસ્ટ ગાર્ડ કર્મચારીઓએ પણ ભાગ લીધો. પોરબંદર સ્ટેશન બિલ્ડીંગ, બાઉન્ડ્રી વોલ, પૈસેજ અને પ્રતિક્ષાખંડોની દિવાલો પર મહાત્મા ગાંધીના વિભિન્ન સ્મરણોથી જોડાયેલ કલાત્મક ચિત્ર પ્રદર્શિત કરેલ છે.3 23 આમા અહિંસા પરમો ધર્મ અને સત્યમેવ જયતે જેવા બાપુના આદર્શોને દર્શાવતા પોસ્ટરો સામેલ છે. પોરબંદર સ્ટેશનને એર કંડિશનર પ્રતિક્ષાખંડમાં પપ ઇંચની ડીજીટલ સ્કીન મુકવામાં આવી છે. જેની પર મહાત્મા ગાંધીના જીવનના વિભિન્ન આદર્શોને દર્શાવવામાં આવ્યા છે. નવોદય  વિઘાલય, પોરબંદરના બાળકો દ્વારા પોરબંદર સ્ટેશન પર જાગૃકતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં પોરબંદરના એડીશનલ કલેકટર અને સ્વયંસેવી સંગઠન જોડાયા. આ પ્રસંગ પર નુકકડ નાટકોનું મંચન પણ કર્યુ. પોરબંદર સ્ટેશન પર બાપુથી જોડાયેલ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં રેલવે કોલોનીના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સ્પર્ધામાં પુરસ્કાર સીનીયર ડીવીઝનલ એન્જીનીયર દ્વારા વહેંચવામાં આવ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.