Abtak Media Google News

બોર્ડ માત્ર વંદે માતરમના ગાન પુરતુ સિમિત રહેશે પ્રશ્નોતરી પણ નહીં

બીપીએમસી એકટના નિયમ અનુસાર કોર્પોરેશનમાં દર બે મહિને જનરલ બોર્ડની બેઠક બોલાવી ફરજીયાત હોય હાલ લોકસભાની ચુંટણીની આચારસંહિતા અમલમાં છે ત્યારે આગામી ૫મી એપ્રિલના રોજ મહાપાલિકામાં મેયર બીનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને જનરલ બોર્ડની બેઠક મળશે. જોકે બોર્ડ માત્ર વંદે માતરમના ગાન પુરતુ સીમીત રહેશે. તમામ ૯ દરખાસ્તો આચારસંહિતાના કારણે પેન્ડીંગ રાખવામાં આવશે.

આગામી ૫મી એપ્રીલના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મહાપાલિકામાં મળનારી જનરલ બોર્ડની બેઠકમાં વોર્ડ નં.૩માં પોપટપરામાં નિર્માણ પામેલ આવાસ યોજના ભગીની નિવેદિતા ટાઉનશીપ, વોર્ડ નં.૪માં કુવાડવા રોડ પરની આવાસ યોજનાને લોકમાન્ય તિલક ટાઉનશીપ, ૧૫૦ ફુટ રીંગ રોડ પર રૈયા સર્કલ ખાતે બનાવવામાં આવેલા બ્રીજનું શહિદ બ્રીજ નામકરણ કરવા, ટીપી સ્કીમ નં.૨૭ના રેવન્યુ સર્વે નં.૩૯૦/૧ પીનાં મુળખંડ નંબર ૫૮ સામે ફાળવેલી સંયુકત અંતિમ ખંડ નંબર ૫૮/૧/૨ માં ફેરફાર કરવા, ટીપી સ્કીમ નં.૩ (રાજકોટ) અધિનિયમની કલમ ૭૦ (૨)ને વેરીડ કરવા, ભાવનગર રોડ પહોળો કરવા કપાતમાં ગયેલી મિલકતના ૩ અસરગ્રસ્તોને વૈકલ્પિક વળતરમાં ફેરફાર કરવા, ગાંધી મ્યુઝિયમ માટે એસપીવીની રચના કરવા તેમજ બોર્ડ ઓફ ડાયરેકટરની નિમણુક કરવા, મ્યુનિસિપલ બોન્ડ ઈસ્યુ કરવા માટે કમિશનરને પાવર ડેલીગેટ કરવા તથા સફાઈ કામદારોની ભરતી અંગેના ધોરણો નિયત કરવા સહિતની ૯ દરખાસ્ત રજુ કરવામાં આવી છે. જોકે હાલ લોકસભાની ચુંટણીની આચારસંહિતા અમલમાં હોવાના કારણે એક પણ દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવશે નહીં અને બોર્ડની કામગીરી માત્ર વંદે માતરમના ગાન પુરતુ સીમીત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.