ગાંધીધામ નજીક ટાઈલ્સના ૫૯૫ બોકસ ઝડપાયા

એલ.સી.બી.એ દરોડો પાડી રૂા.૧.૭૫ લાખનો મુદ્દામાલ કર્યો કબજે

ભચાઉ  સામખિયાળી હાઈવે પર હોટલની પાછળ પૂર્વ કચ્છ એલસીબીની ટીમે દરોડો પાડીને ચોરી કે છળકપટથી મેળવેલ પોણા બે લાખની ટાઈલ્સનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે દરોડા દરમ્યાન એક આરોપીને જ્યારે અન્ય એક શખ્સ નાસી છુટ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ રેન્જ આઈજીપી જે. આર. મોથલીયા તેમજ પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલની સુચનાથી પૂર્વ કચ્છ એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ભચાઉ  સામખિયાળી હાઈવે પર આવેલી બાલાજી ચૌધરી હોટલ પાછળથી ટાઈલ્સના બોકસ ઝડપી પાડવામાં આવ્યા હતા. બાતમી આધારે પોલીસે પાડેલા દરોડામાં રૂા. ૧,૭પ,૩૦૦/-ની કિંમતના પ૯પ ટાઈલ્સના બોકસ કબજે કરાયા હતા.પોલીસના દરોડા દરમ્યાન રાજસ્થાનના બાડમેર તાલુકાના સહેદ્રીનો આરોપી ગણેશલાલ ખીયારામ જાટની ધરપકડ કરવામાં આવી હતી.જ્યારે ભચાઉના ભઠ્ઠા વિસ્તારમાં રહેતો આરોપી સાલેમામદ મામદ કુંભાર નામનો શખ્સ નાસી છુટ્યો હતો. એલસીબીની ટીમે પોણા બે લાખની ટાઈલ્સનો જથ્થો કબજે કરી ભચાઉ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો હતો. આ કામગીરીમાં એલ.સીબીના ઈન્ચાર્જ પીઆઈ એમ.એસ. રાણા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

Loading...