Abtak Media Google News

સરકાર રક્ષણ નહી આપે: હવે એમે જ હથિયારો ઉઠાવીશું: સ્થાનીકો

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આઇએસ દ્વારા આતંકી હુમલામાં ૫૭ લોકોના મોત થયા તો ૧૧ર લોકોને ગંભીર ઇજા પહોંચી હતી કાબુલમાં મતદાતા નોંધણી કેન્દ્રને નિશાન સાધવામાં આવ્યા હતા. અફઘાનની મંત્રી નજીબ દાનિશે જણાવ્યું હતું કે માર્યા ગયેલા લોકો આમ નાગરીકો છે. આ હુમલામાં કેટલીક મહીલાઓ અને નિર્દોષ બાળકો માર્યા ગયા છે. અફઘનાનમાં ર૦મીએ વિધાનસભાની ચુંટણી યોજનાર છે.ત્યારે ચુંટણી કેન્દ્રને જ ઉડાડી દેવાનું શડયંત્ર રચવામાં આવ્યું હતું. આત્મઘાતી હુમલાખોરોએ પ્રવેશ દ્વાર પાસે જ પોતાને પતાવી દીધા હતા. સ્વાસ્થ્ય પ્રધાન વાહીદ મજરોને જણાવ્યું હતું કે હુમલામાં ૩૧ લોકો માર્યા ગયા છે જો કે ત્યારબાદ આંકડો વધવાની શકયતા છે. હુમલાના અશ્મદીદે જણાવ્યું હતું કે હવે સરકાર અમને સુરક્ષા નહી આપે માટે અમે જ હવે હથિયારો રાશીખું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.