Abtak Media Google News

સરકારી શાળાઓમાં 8માં ધોરણનાં 56% વિદ્યાર્થીઓને બેઝિક ગણિત આવડતુ નથી. ધોરણ-5નાં 72% વિદ્યાર્થીઓને ભાગાકાર કરતા નથી કરી શકતા. આટલુ જ નહિ 8માં ધોરણનાં 27% વિદ્યાર્થીની વાંચન શક્તિ ખુબ જ નબળી છે.

ત્રીજા ધોરણનાં 70% વિદ્યાર્થી બાદબાકી નથી કરી શકતા. પ્રથમ NGOની એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ(ASER)2018માં આ પરિણામો સામે આવ્યા છે. 

એએસઈઆરનાં પ્રમાણે 10 વર્ષ પહેલાનાં પ્રમાણે 2018માં શાળાનાં વિદ્યાર્થીનાં પ્રદર્શનમાં ધટાડો નોંધાયો છે. વર્ષ 2008માં 5માં ધોરણનાં 37% વિદ્યાર્થીઓ ગણિતનાં બેઝિક પ્રશ્નોને સોલ્વ કરી શકતા હતા. પરંતુ, 2018માં આવા વિદ્યાર્થીઓનો આંકડો ઘટીને 28%એ આવી ગયો છે. વર્ષ 2016માં આ આંક 26% હતો.

વિદ્યાર્થીઓની વાંચન શક્તિ પણ નબળી છે. વર્ષ 2008માં ધોરણ 8નાં 84.8% વિદ્યાર્થીઓ બીજા ધોરણની પુસ્તક વાંચવામાં સંપૂર્ણ સક્ષમ હતા. વર્ષ 2018માં આ સંખ્યા ઘટીને 72.8% આવી ગઈ હતી. જેથી ધોરણ 8નાં 27% વિદ્યાર્થીઓ બીજા ધોરણનું પુસ્તક વાંચવા માટે પણ સક્ષમ નથી. 

ASER પ્રમાણે બેઝિક ગણિત અંકગણિતમાં છોકરાઓની હરિફમાં છોકરીઓ પાછળ છે. રિપોર્ટ તૈયાર કરતા સમયે બહાર આવ્યુ કે,  50% છોકરાઓ ની સામે ફક્ત 44% છોકરીઓ જ ગણિતનાં પ્રશ્નને સોલ્વ કરી શકે છે. 

પ્રથમ એનજીઓએ રિપોર્ટ તૈયાર કરવા માટે 28 રાજ્યોનાં 596 જિલ્લાઓમાંથી માહિતી ભેગી કરવામા આવી છે. આ માટે 3 થી 16 વર્ષનાં 5.5 લાખ બાળકો સાથે પ્રશ્નોતરી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.