Abtak Media Google News

પીતાંબરા પીઠ શોધ સંસ્થાન દ્વારા કરાયું આયોજન દેશના શત્રુઓના સ્તંભન માટે આહૂતિ અપાશે

સિધ્ધિદાત્રક્ષ મા બગલામુખી પીતાંબરા માતાના ૫૧ કુંડી યજ્ઞની તૈયારી રાજકોટમાં હવે સાવ પૂર્ણતાના આરે છે. પીતાંબરા પીઠ શોધ સંસ્થાનના ઉપક્રમે યોજાઈ રહેલા આ પાવનકાર્યમાં સંસ્થાના કાર્યકરો કે માના ભકતો તો સ્વભાવિક રીતે જોડાય જ પરંતુ રાજકોટની અનેક સંસ્થાનો સહયોગ પણ એમાં મળી રહ્યો છે. રવિવારે તા.૧ એપ્રીલે સવારે ૯ વાગ્યાથી ચૌધરી હાઈસ્કુલ ખાતે યજ્ઞનો આરંભ થશે. સવારે ગૂ‚પૂજન સાથે આ પાવન કાર્યની શરૂઆત થશે. ત્યારબાદ ગણેશજી, ભૈરવ, યોગિની, ક્ષેત્રપાલ તથા મા પીતાંબરાનું પૂજન થશે. ગાયત્રક્ષ માતા, મહા મૃત્યુંજય, ગ્રહહોમ બાદ બપોરે ૧૨.૩૦ એ ફળાહાર અપાશે. બપોરે ૨ વાગ્યે શ્રીસૂકત તથા અષ્ટોતર સતનામ હોમનો આરંભ થશે. અને ૩ વાગ્યે પીતાંબરા બગલામુખી પીતાંબરા હોમ શ‚ થશે. આમ તો આ આખુ આયોજન અત્યંત સુંદર અનેફળદાયી છે.

વ્યકિતગત વિકાસથી લઈને સમાજ ઉત્થાન, દેશનું કલ્યાણ અને વિશ્ર્વકલ્યાણ સહિતના ઉદેશ આ યજ્ઞકાર્ય પાછળ છે. પરંતુ યજ્ઞના અંતિમ તબકકામાં ઈચ્છાપૂર્તિ હોમ પણ થશે જે ૫૧ ભાવિકો યજ્ઞમાં બેસવાના છે. એ સિવાયના જે લોકો ત્યાં હાજર હશે એ બધા પણ એમાં આહૂતિ આપી શકશે. ઈચ્છાપૂર્તિ યજ્ઞનું ધાર્મિક દ્રષ્ટીએ ઘણુ મહત્વ છે. સામાન્ય રીતે એ યજ્ઞ જાહેરમાં થતું પણ નથી. પરંતુ રાજકોટમાં ગૂરૂજી મહેન્દ્રભાઈ રાવલે ભકતોમાટે ખાસ આ ઉપક્રમ પણ રાખ્યો છે. સાંજે ૫ વાગ્યે બીડુ હોમાવાની સાથે યજ્ઞનું સમાપન થશે. અને ત્યારબાદ સંતો આશિર્વચન પાઠવશે.

યજ્ઞ દરમિયાન રાજકોટના રામકૃષ્ણ આશ્રમના પ્રભુસેવાનંદજી, વાંકાનેરની ગાયત્રી શકિતપીઠના અધ્યક્ષ અશ્ર્વીનભાઈ રાવલ, બોટાદના ભજનાનંદ આશ્રમના પૂ. સ્વામી આત્માનંદજી સરસ્વતીજી તથા મોરબીના ખાખરાવાળી મેલડી માતાજી મંદિરના મહંત, પીતાંબરા માતાજીના ઉપાસક શ્રી દેવનારાયણભાઈ ઝા સહિતના સંતો ઉપસ્થિત રહીને આશીર્વાદ આપશે તેમ પીતાંબરા પીઠ શોધ સંસ્થાના અધ્યક્ષ પૂ. ગૂરૂજી મહેન્દ્રભાઈ રાવલ, સેક્રેટરી હિમાંશુભાઈ જોશી, તથા કેન્દ્રીય સમિતિના સભ્ય હરેશભાઈ રાવલ અને મનિશભાઈ ત્રિવેદી, હિસાબી સમિતિના સભ્ય ડો. રાજેશ ત્રિવેદીએ ‘અબતક’ને માહિતી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.