Abtak Media Google News

અખીલ ભારતીય બ્રાહ્મણ સેવા સંગઠન દ્વારા સમુહ યજ્ઞોપવિતનું આયોજન સંતો આશિર્વાદ પાઠવશે: ‘અબતક’ને અપાઈ વિશેષ વિગતો.

અખિલ ભારતીય બ્રાહ્મણ સેવા સંગઠન, રાજકોટ દ્વારા આગામી તા.૧૩ને રવિવારે ૮૦ ફૂટ રોડ, શેઠ હાઈસ્કુલ ખાતે ૫૧ બટુકોની સમૂહ જનોઈનું આયોજન કરી ઈતિહાસ રચવામાં આવશે આ પ્રસંગે સંતો આશિર્વચન પાઠવવા ખાસ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમ અંગે ‘અબતક’ની જે.ડી. ઉપાધ્યાય, એડવોકેટ જયેશ જાની, માધવીબેન ઉપાધ્યાય, નિલેશ ઠાકર, વિમલ ત્રિવેદીએ માહિતી આપતા જણાવેલ છે કે, સમુહ યજ્ઞોપવિતની શરૂઆતમાં તમામ બટુકોનું ઢોલનગારા શરણાઈના વાદન સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને રાજકોટમાં અને સૌરાષ્ટ્રમાં ૫૧ સમૂહ જનોઈનો ઈતિહાસ રચાશે. આ સમૂહ જનોઈમાં બટુકોને શૈક્ષણીક કીટ, કાંડા ઘડીયાળ, વોલ કલોક, પેન્ટ શર્ટ જોડી, કાશીયાત્રાએ જતા બટુકોને ભાતાનો ડબરો, વોટર બેગ સહિતની જુદી જુદી અનેક ભેટો આપવામાં આવનાર છે.

આ પ્રસંગને અનુરૂપ બ્રહ્મ ઈતિહાસ અને બટુકોને પ્રેરણા મળે તે મુજબની વિગતો લેખો સહિતના પુસ્તકનું આ તકે મહાનુભાવો દ્વારા વિમોચન કરવામાં આવશે. જેમાં રાજયનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ભારતીય મજદૂર સંઘના રાષ્ટ્રીય અગ્રણી હસુભાઈ દવે, શિક્ષણશાસ્ત્રી ગીજુભાઈ ભરાડ સહિતના મહાનુભાવોનો શુભેચ્છા સંદેશ પ્રાપ્ત થયેલ છે. જે પુસ્તકમાં પ્રકાશીત થશે.

સમુહ યજ્ઞોપવિતને સવારે ૯ કલાકે દિપ પ્રાગટય કરી ને આર્ષ વિદ્યા મંદિર મુંજકાના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી, બાપ્સ રાજકોટના અપૂર્વમુનિદાસ સ્વામી તથા પ.પૂ. કોઠારી સ્વામીજી મેયર ડો. જયમનભાઈ ઉપાધ્યાય, જનાર્દનભાઈ આચાર્ય, પ્રમુખ સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટ, તથા ડોલરભાઈ શાસ્ત્રી પડધરી દ્વારા દિપ પ્રાગટય કરી આયોજનની શરૂઆત કરાવશે.

આ ઉપરાંત ૫૧ બટુકો કાશીયાત્રાએ જશે તેપહેલા સવારે ૧૦.૩૦ કલાકે વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો બટુકોને આર્શીવચન અને શુભેચ્છા પાઠવવા ખાસ ઉપસ્થિત રહેશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે ભાજપ મહિલા મોરચાના શહેર પ્રભારી શ્રીમતી અંજલીબેન વિજયભાઈ રૂપાણી, મારૂતી કુરીયર્સ પ્રા.લી.ના ચેરમેન રામભાઈ મોકરીયા ઉપસ્થિત રહી બટુકોને આર્શીવચન પાઠવશે.

આયોજન કમીટીના સભ્યો સર્વ પરાગ મહેતા, શાસ્ત્રી જયભાઈ ત્રિવેદી, શાસ્ત્રી પ્રવિણભાઈ ભટ્ટ, દિનેશ ત્રિવેદી, જીતેન્દ્ર ભટ્ટ, પરેશ ઠાકર, મુકુંદરાય જાની, ક્રિશ્ર્નાભાઈ તલાટીયા કેતન ત્રિવેદી લલીત ઉપાધ્યાય, સતીષ જોષી, જયંતી ત્રિવેદી મુકેશ શુકલા, અશોક ઉપાધ્યાય પ્રફુલાબેન ઠાકર નિલેશ ભટ્ટ, રાજેશ કલા, હિતેષ ત્રિવેદી, ભરત જોષી, અનીલ ત્રિવેદી, દેવાંગ ભટ્ટ, ડો.પુલકીત બક્ષી, જીતેન્દ્ર વ્યાસ, વિનુભાઈ વ્યાસ, પ્રધ્યુમન સાતા સહિતના બ્રહ્મ અગ્રણીઓ કાર્યક્રમની સફળતા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.