Abtak Media Google News

૭૦ મતદાન મથકો પર વેબ કાસ્ટિંગ કરાશે

લોકસભા ચુંટણીમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં મતદાનને આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે અને લોકશાહીના પર્વમાં સહભાગી થવા મતદારો જયારે થનગનાટ અનુભવી રહ્યા છે ત્યારે બીજી તરફ ચુંટણી તંત્ર તૈયારીઓમાં લાગ્યું છે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થાય તેવા હેતુથી મતદાન મથકોનું અલગ વર્ગીકરણ કરવામાં આવે છે જેમાં મોરબી જીલ્લાના કુલ ૯૧૩ મતદાન મથકો પૈકી ૫૧ મતદાન મથકો સંવેદનશીલ જાહેર કર્યા છે

મોરબી જીલ્લાના કુલ ૯૧૩ મતદાન મથકો પૈકી મોરબીમાં ૯, વાંકાનેરમાં ૨૨ અને ટંકારાના ૨૦ એમ કુલ ૫૧ મતદાન મથકો સંવેદનશીલ જાહેર કર્યા છે તે ઉપરાંત અન્ય ૭૦ મતદાન મથકો પર વેબ કાસ્ટિંગથી રીપોર્ટીંગ કરવામાં આવનાર છે જીલ્લામાં કુલ ૧૬૫૪ મતદારોએ પોસ્ટલ બેલેટથી ચુંટણી પૂર્વે જ મતદાન કર્યું છે જીલ્લાના મોરબી, ટંકારા અને વાંકાનેર વિધાનસભા મત વિસ્તાર પૈકી જે મતદાન મથક પર ૭૦૦ થી ઓછા મતદારો હોય તેવા મથકો પર એક અધિકારી, બે સહાયક અને એક અન્ય સ્ટાફ સહીત ચારનો સ્ટાફ જયારે ૭૦૦ થી વધુ મતદારવાળા મતદાન મથકો પર કુલ પાંચનો સ્ટાફ તૈનાત રહેશે તે ઉપરાંત મોરબી તાલુકા, વાંકાનેર તાલુકા અને તાનાકરા તાલુકામાં પાંચ પાંચ મળીને જીલ્લામાં કુલ ૧૫ મહિલા સંચાલિત મતદાન મથકો કાર્યરત રહેશે અને જીલ્લાના ત્રણેય તાલુકામાં એક એક મતદાન મથકો દિવ્યાંગ સંચાલિત રહેશે તેવી માહિતી ચુંટણી તંત્ર પાસેથી પ્રાપ્ત થઇ છે.

ટંકારાના છાલ મતદાન મથકે ૧૨૫ મતદારો

લોકસભા ચુંટણીમાં મોરબી જીલ્લામાં સૌથી નાના મતદાન મથકની વાત કરીએ તો ટંકારા તાલુકાના છાલ મતદાન મથકે માત્ર ૧૨૫ મતદારો જ નોંધાયેલા છે જયારે મોરબી સીટીના ૮૬ નંબરના મતદાન મથકે સૌથી વધુ ૧૩૯૪ મતદારો મતદાન કરશે જીલ્લામાં કુલ ૬૨૪ મતદાન મથકો ૭૦૦ થી વધુ મતદારો વાળા જયારે ૨૮૯ મતદાન મથકોમાં ૭૦૦ થી ઓછા મતદારો નોંધાયેલા છે લોકસભા ચુંટણીમાં કુલ ૭૪૮૫ સ્ટાફ ખડેપગે તૈનાત રહેશે અને ચૂંટણી ફરજ નિભાવશે. મોરબી જીલ્લામાં કુલ નોંધાયેલા મતદારો પૈકી ૨૦૧૫ મતદારો ૧૦૦ થી વધુ વયના શતાયુ મતદારો છે જયારે જીલ્લામાં કુલ ૨૦૯૦ દિવ્યાંગ મતદારો મતદાન કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.