Abtak Media Google News

નાગરિકો દ્વારા એક સાથે ૪ હથિયાર રાખવાની પરવાનગી આપતાં બ્રાઝીલનાં રાષ્ટ્રપતિ

હરહંમેશ સ્વરક્ષણ માટે હથિયારો લોકો ઉપયોગ કરતા હોય છે પરંતુ જો તે હથિયારનો યોગ્ય રીતે અને પોતાનાં સ્વબચાવ માટે ઉપયોગ કરવામાં આવે તો તે વ્યાજબી કહી શકાય ત્યારે સમગ્ર વિશ્ર્વમાં હથિયારની પરવાનગી માટેનાં કાયદાઓ ખુબ જ અઘરા હોય છે અને સહેલાઈથી કોઈ નાગરિક તેનો ઉપયોગ પણ નથી કરી શકતું.

વાત કરવામાં આવે બ્રાઝીલની તો એક એવી વાત સામે આવી છે કે, બ્રાઝીલનાં નાગરિકો એક હથિયારનાં બદલે ચાર હથિયાર રાખી શકશે અને તેને પાંચ હજાર ગોળીઓ રાખવાની પણ છુટ આપવામાં આવી છે. આ નિર્ણય અને આની પરવાનગી બ્રાઝીલનાં રાષ્ટ્રપતિ જેર બોલસોનારોઝ ડેક્રી દ્વારા લેવામાં આવ્યો છે.

તેઓએ મંગળવારનાં રોજ વિવાદાસ્પદ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ખેડુતો, શિકારી અને પત્રકારો હથિયાર પોતાનાં કાર્યસ્થળ પર લઈ જઈ શકશે ત્યારે અનેકવિધ તજજ્ઞો દ્વારા એ વાત પણ સામે આવી છે કે, આ નિર્ણયનાં કારણે બ્રાઝીલ દેશમાં હિંસા ફાટી નિકળવાની પૂર્ણતહ સંભાવના સેવાઈ રહી છે. કારણકે હથિયારનો ઉપયોગ સ્વરક્ષણ માટે કરવામાં આવતો હોય ત્યારે આ છુટછાટ મળવાથી અનેકવિધ તકલીફો અને સમસ્યાનો સામનો બ્રાઝીલનાં લોકોએ કરવો પડશે.

આંકડાકિય માહિતી જો લેવામાં આવે તો ૨૦૧૭માં બ્રાઝીલમાં ૬૪,૦૦૦ હત્યા થઈ હતી જે ૩૧ ટકા હોવાનું પણ સામે આવે છે ત્યારે આ નિર્ણયથી હત્યા થવાની પણ દહેશત ફેલાઈ રહી છે. એક તરફ વિશ્વ આખું અમન અને શાંતી માટે મથી રહ્યું છે ત્યારે બ્રાઝીલમાં વ્યકિતદીઠ ૪ હથિયાર રાખી શકાય તે પરવાનગી મળતાની સાથે જ અનેકવિધ સમસ્યાનો પણ સામનો બ્રાઝીલે કરવો પડશે. પરવાનગીધારકો પ્રતિ વર્ષ ૫૦૦૦ રાઉન્ડનાં એમ્યુનેશન ખરીદી શકશે પરંતુ તે હથિયારનાં પ્રકાર પર આધારીત રહેશે. ત્યારે આ નિર્ણય કે જે બ્રાઝીલનાં રાષ્ટ્રપતિ દ્વારા લેવામાં આવ્યો છે તે ખરાઅર્થમાં શાંતી છીનવવા માટેનો હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.