Abtak Media Google News

રેલવેએ ઓગષ્ટથી શરૂ કરી છે ‘કિસાન રેલ’

ખેડૂતોની આવક બમણી કરવાના પ્રયાસમાં વધુ એક પહેલ

ખેડૂતોની આવક બમણી કરવાના પ્રયાસોમાં સરકારે વધુ એક પહેલ કરી છે. ‘કિસાન રેલ’માં ફળો અને શાકભાજી બજાર સુધી પહોંચાડનારા ખેડૂતોને ભાડામાં ૫૦ ટકાની સબસીડી આપવા રેલવેએ નિર્ણય કર્યો છે. રેલવે મંત્રાલયે જણાવ્યું હતું કે, ‘કિસાન રેલ’માં ફળો અને શાકભાજીના ભાડામાં ખેડૂતોને ૫૦ ટકા સબસીડી આપવાનો નિર્ણય લેવાયો છે. રેલ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે મંગળવારે કિસાન રેલના માધ્યમથી ફળો અને શાકભાજીના પરિવહન માટે ખેડૂતોને ભાડામાં ૫૦ ટકા સબસીડી આપવાનો આદેશ બહાર પાડ્યો છે. આ સબસીડી ઓપરેશન ગ્રીન ટોપ ટુ ટોટલ યોજના હેઠળ આપવામાં આવશે.

કેન્દ્ર સરકારનાં આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ફૂડ પ્રોસેસીંગ ઉદ્યોગ મંત્રાલયે પાયલોટ પ્રોજેકટ હાથ ધરી છ માસ માટે ઓપરેશનનું ગ્રીન યોજનાનો વિસ્તાર કરી ટમેટા, ડુંગળી અને બટેટાથી માંડી ફળ અને તમામ શાકભાજીને આવરી લીધા હતા તેમ અહેવાલ જણાવેલ છે.

કેન્દ્રીય નાણામંત્રી સીતારામને મે માસમાં જાહેર કરી હતી કે રૂા.૫૦૦ કરોડના વધારાના ફંડ સાથે ઓપરેશન ગ્રીનનું વિસ્તરણ કરવામાં આવશે અને તેમાં ટમેટા, બટેટા, ડુંગળી સાથે અન્ય શાકભાજી તથા ફળોનો સમાવેશ કરાશે.  અત્રે એ યાદ આપીએ કે કેન્દ્ર સરકારે આ નાણાકીય વર્ષના બજેટમાં વિશેષ પાર્સલ ટ્રેન ‘કિસાન રેલ’ ચલાવવાની દરખાસ્ત કરી હતી એ મુજબ કિસાન રેલ સેવા ચાલુ કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.