Abtak Media Google News

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા થોડા સમયથી પાકોની આવક ક્રમશ: ઘટવા લાગી છે. હાલ તમામ પાકોની ૫૦% જેટલી આવકો ઘટવા પામી છે જેનું મુખ્ય કારણ ઉનાળાની ઋતુ અને હાલ કોઈ પાકોની ઉપજ ન હોય જેથી આવકનું પ્રમાણ ઘટયું છે.

સુત્રોમાંથી મળેલી વધુ માહિતી મુજબ દર વર્ષે મે-જૂન મહિનામાં પાકોની આવક ઓછી થતી હોય છે તે મુજબ આ વર્ષે પણ હાલ ઘઉં, જીરૂ, ધાણા સહિતના પાકોની આવક ઘટી છે. એક સરેરાશ મુજબ ખેડૂતોને મે ના અંત સુધીમાં ઉપાડેલી સહકારી ભરવાનો સમય હોય છે તે સમય પાકી ગયો હોય જેથી મોટાભાગના ખેડૂતો પોતાની ઉપજ અત્યાર સુધીમાં વેચી દેતા હોય છે.

આ ઉપરાંત ગયા વર્ષે ચોમાસુ નબળુ રહ્યું હોય અને ૪૦% ઉત્પાદન ઘટયું હોય જેની અસર પણ જોવા મળી છે. હવામાન ખાતાએ આપેલી આગાહી મુજબ વરસાદની સંભાવના હોય અને હવામાનમાં પલ્ટો આવતા મગફળી સહિતના પાકો બગડે નહીં તે માટે પ્લેટફોર્મમાં જણસને લઈ જવામાં આવશે તેમ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.