Abtak Media Google News

ચલાલા નગરપાલિકા દ્વારા ૧ ટન કચરાનો નાશ કરવામાં આવ્યો

સ્વચ્‍છ ભારત મિશન અર્બન-ગુજરાત તળે પર્યાવરણ અને સ્‍વચ્‍છતા અભિયાન સપ્‍તાહનો પ્રારંભ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે તા.૫ જુન-૨૦૧૮ના રોજથી કરવામાં આવ્‍યો છે. તા.૭ જુન-૨૦૧૮ને ગુરૂવારના રોજ ચલાલા નગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૧ થી વોર્ડ નં.૬માં, તળાવ, વોંકળા, નદી-નાળા, વોટર બોડીની સફાઇ કરવામાં આવી હતી. સફાઇ દરમિયાન ૧ ટન કચરાનો નાશ કરવામાં આવ્યો છે. સફાઇ દરમિયાન ૧૧૦ કિગ્રા પ્‍લાસ્‍ટિક કચરો એકત્રિત થયેલ છે તેમ ચલાલા નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી પ્રશાંત ભીંડીની દ્વારા જણાવવામાં આવ્‍યું છે.

બગસરા નગરપાલિકાએ બે દિવસમાં ૪ ટન કચરાનો નાશ કર્યો

સ્વચ્‍છ ભારત મિશન અર્બન-ગુજરાત તળે પર્યાવરણ અને સ્‍વચ્‍છતા અભિયાન સપ્‍તાહનો પ્રારંભ થયેલ છે. બગસરા નગરપાલિકા દ્વારા તા.૫ જુન-૨૦૧૮ના રોજ કુંકાવાવ નાકા, અમરેલી મેઇન રોડ વિસ્‍તારના રસ્‍તાઓ તેમજ ઝાડી-ઝાંખરા સહિતની સંપૂર્ણ સફાઇ અને ગટર સફાઇ કરવામાં આવી. સફાઇ દરમિયાન ૩ ટન કચરાનો નાશ કરવામાં આવ્યો છે. સફાઇ દરમિયાન ૨૦ કિગ્રા પ્‍લાસ્‍ટિક કચરો એકત્રિત થયેલ છે.

તા.૬ જુન-૨૦૧૮ના રોજ એસ.ટી. ડેપો અને મામલતદાર કચેરીની સફાઇ કરવામાં આવી હતી. સફાઇ દરમિયાન ૧ ટન કચરાનો નાશ કરવામાં આવ્યો છે. સફાઇ દરમિયાન ૧૫ કિગ્રા પ્‍લાસ્‍ટિક કચરો એકત્રિત થયેલ છે, તેમ બગસરા નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી ભાવનાબેન ગોસ્‍વામીની દ્વારા જણાવવામાં આવ્‍યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.