Abtak Media Google News

કોઇપણ માણસની અને સરકારની શકિતનું માપ એનાં કાર્યોના પ્રારંભથી નહીં પણ એની કામગીરીની પુર્ણાહુતિ પરથી કાઢી શકાય.

આ ચૂંટણીના જનાદેશનું સ્વરૂપએ વાતની પ્રતીતિ કરાવે છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની હાલની સરકારે પાંચ વર્ષ દરમ્યાન કરેલી કામગીરીથી પ્રજાને સારી પેઠે સંતોષ થયો જ હોવો જોઇએ !કહે છે કે, છૂટા હાથે અને મુકતપણે મદદ આપનાર દુનિયામાં મળી રહે છે, પણ ખુલ્લા દિલથી અને હ્રદય મનથી આવકાર આપનાર તો બહુ જ ઓછા જવલ્લે જ મળે છે!લોકસભાની આ વખતની ચુંટણીમાં દેશની બહોળી જનતાએ શ્રી મોદીને પોતાના આરાઘ્યદેવને જે રીતે વધાવે એ રીત, ખુલ્લા દિલથી અને હ્રદય મનથી આવકાર આપ્યો હોવાનું ચિત્ર ઉપસ્યું છે.

વડાપ્રધાન શ્રી મોદીએ આ અગાઉ કોંગ્રેસ પક્ષની ઝાટકણી કાઢતી વખતે એવી ટકોર કરી હતી કે, આપણા દેશની બૂરી હાલત એક ને એક કોંગ્રેસ પક્ષના શાસનને કારણે છે. આપણા રાજકીય ક્ષેત્રે જે સડો કે બદબુ છે તે કોંગ્રેસ પક્ષને કારણે જ છે. દેશને કોંગ્રેસમુકત કરીને જ એને ડામી શકાશે!

આ અંગે એક દ્રષ્ટાંત એક મસ્જીદ હતી. તેમાં પાણી ભરેલ હતું. એક દિવસ એ હોજમાં કુત‚ પડી તે મરી ગયું. નમાજ પઢવા આવેલા મુસલમાન ભાઇઓએ હોજમાં જોયું તો કુતરૂ પડીને મરી ગયેલું હતું. કુત‚ મરી ગયેલું હોવાથી પાણી તો ગંધાય જ હવે શું કરવું ? બધા વિચારમાં પડયા, મૌલવી પાસે ગયા. મૌલવીજી કહે, એમાં ચીના શાની છે? એ તો થઇ ગયું તે થઇ ગયું., તમારે ઘ્યાન રાખવું હતું ને? પણ ખેર, હવે એમ કરો. એ હોજમાં જે પાણી છે તેમાંથી સો ડોલ પાણી કાઢી નાખો એટલે પવિત્ર થઇ જશે.

પેલા ભાઇઓને થયું કે મૌલવીજી સો ડોલ કહે છે. આપણે ચારસો ડોલ કાઢી નાખો. એ તો આદુ ખાઇને મંડી પડયા, એક, બે, ત્રણ, ચાર એમ કરતાં કરતાં ચારસો ડોલ પાણી કાઢી નાખ્યું. પછી જયારે હજ કરવા લાગ્યા ત્યારે પેલું પાણી તો વધારે ગંધાવા લાગ્યું એ ગંધ છેક મૌલવી પાસે પહોંચી, મૌલવી જાતે આવ્યા અને પુછવા લાગ્યા, ‘હજી આ ગંધ શેની આવે છે?,’  જઇને જોયું તો પેલું કુતરું  અંદર જ પડયું હતું ! તો કહે સાહેબ, તમો અમને સો ડોલ કાઢવાની કહી તો અમે ચારસો ડોલ પાણી કાઢી નાખ્યું તમે કહ્યું એનાથી ચાર ગણું કર્યુ.

‘પણ પેલું કુત‚ ન કાઢયું?’ ‘તમે કુત‚ કાઢવાનું કયાં કહ્યું હતું ? તમે તો માત્ર પાણી જ ઉલેચવાનું કહ્યું હતું.’ પણ ભલા માણસ પહેલા કાઢો કુતરું અને પછી પાણી આપણા સમાજની પણ આજે શું નથી. આ દશાક્રિયાના પાણી તો ઉલેચાય છે પરંતુ ઇર્ષા દ્રેષના મડદાં તો ત્યાંને ત્યાંજ પડયાં છે. જયાં સુધી ઇર્ષા અને દ્રેષના મડદાં સમાજમાં હશે ત્યાં સુધી ક્રિયા કાર્યોના પાણી ઉલેચવા જેવી પ્રવૃતિ લાભકર્તા બનવાની નથી એટલે સૌથી પહેલું કામ તો આપણા જીવન-હોજમાંથી ઇર્ષા અને દ્રેષના મડદાં દૂર કરવાનું છે.ઇર્ષ્યા, અદેખાઇ, ટાંટિયા ખેંચ, મતિ ભ્રષ્ટતા, અહંકાર અને બેસુમાર મહત્વાકાંક્ષાએ આપણા દેશને હમણાં સુધી અત્યંત નુકશાન પહોચાડયું છે.ભાજપ, કોંગ્રેસ અને અન્ય રાજકીટ પક્ષો આ ખોફનાક અનિષ્ટોથી મુકત રહી શકયા નથી.

આ પહેલાના મહાન નેતાઓ અને રાજપુ‚ષોને કમજોર તથા નબળા ચિતરીને પોતાને એમનાં કરતાં ચઢિયાતા દર્શાવવાની નપાવટતા આપણા રાજકીય ક્ષેત્રમાં એકધારી ચાલી આવી છે. મહાત્મા ગાંધીજી, જવાહરલાલ નહે‚, લોખંડી પુરૂષ વલ્લભભાઇ પટેલ, લાલબહાદુર શાસ્ત્રી, ઇંદીરા ગાંધી, મોરારજીભાઇ દેસાઇ, જયપ્રકાશ નારાયણ, સાવરકર રામમનોહર લોહિયા વગેરે રાજપુરૂષો ઇષ્યો અદેખાઇની આવી માનસિકતાના શિકાર બની ચૂકયા છે.કોંગ્રેસ પક્ષ અને તેના કેટલાયે મહારથીઓએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાઇને તેની મુકિતમાં કુરબાન થયા હતા. અખિલ ભારતીય સ્વરુપે અંગ્રેજી સલ્તનતની સામે જબરી બાથ ભીડી હતી.

સુભાષચંદ્ર બોઝ, ભગતસિંઘ, ખુદીરામ બોઝ, શિવરામ, સુખદેવ, પાન્ડે, બાગ ગંગાધર તિલક, ચન્દ્રશેખર અને સમગ્ર હિન્દુસ્તાનના લાખો હિન્દુ-મુસ્લીમ આગેવાનોએ આ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ફનાગીરી વ્હોરી હતી. બંગાળથી માંડીને મહારાષ્ટ્ર-ગુજરાતના નરનારીઓએ રકતભીની કુરબાનીઓ ખમી હતી. મૌલાના અબ્દુલ કલામ આઝાદ પણ ચુનંદા લડવૈયાઓમાંના એક હતા.

તેમણે એક પ્રવચનમાં એવો પડઘો પાડયો હતો. ‘સલામ ઉન વીરો કો, જીન્હોને અપને ખૂનસે હિન્દોસ્તા કે બાગકો સિંચા’ તા.૧૫મી ઓગસ્ટે આઝાદી મળ્યા બાદ  જેમણે આઝાદ ભારતનું સુકાન સંભાળ્યું તેમાં પ્રથમ વડાપ્રધાન તરીકે પંડીત જવાહરલાલ નહે‚ હતા. ગવર્નર જનરલના ઉચ્ચોત્તર પદે ચક્રવર્તી રાજગોપાલાચારી (રાજાજી) હતા. ગૃહપ્રધાન તરીકે સરકાર પટેલ હતા.

ડો. ભીમરાવ આંબેડકર, શ્રી લાલબહાદુર શાસ્ત્રી, સરદાર સ્વર્ણસિંઘ, ગોવિંદ વલ્લભ પંત અને જગજીવનરામ, યશવંતરાવ ચવ્હાણ વગેરેનો સમાવેશ થયો હતો. રાજકીય પક્ષોમાં સામ્યવાદી પક્ષો, સમાજવાદી પક્ષ શ્રી રામ  મનોહર લોહિયા, હિન્દુ મહાસભા  ડો. સાવરકર, સદોબા પાટીલ, ભુપેશ ગુપ્તા, કનૈયાલાલ મુન્શી વગેરે અગ્રીમ રાજપુ‚ષો હતા.૧૯૨૫ માં આરએસએસની શ્રી હેગડેવારે સ્થાપના કરી જે હિન્દુત્વની રક્ષાને વરેલી હતી. રાષ્ટ્રીય ચારિત્ર્યનુ ઘડતર એ તેમનો મહામંત્ર હતો.

ક્રમે ક્રમે જનસંઘ અસ્તિત્વમાં આવ્યો, જેનું સુકાન શ્રી બલરામ મધોકના હસ્તક હતું. ૧૯૭૭ના અરસામાં ભ્રષ્ટાચાર નાબુદીના લક્ષ્ય સાથે તમામ વિરોધ પક્ષોએ એકબીજામાં વિલીન થઇને જનતા પક્ષની રચના પક્ષની રચના કરી. જયપ્રકાશ નારાયણે એ મહા આંદોલનની આગેવાનીની લીધી. વડાપ્રધાન શ્રીમતિ ઇંદીરા ગાંધીએ તેના પ્રતિકાર માટે દેશમાં કટોકટીની પરિસ્થિતિ જાહેર કરી અને વિરોધી નેતાઓની ધરપકડ કરીને જેલમાં નખાવ્યા…. શ્રીમતિ ગાંધીએ લોકસભાની ચૂંટણીમાં ધાોર પરાજય ખમ્યો હતો. ખુદ ઇંદીરા ગાંધી તેમના મત વિસ્તાર રાયબેરેલીમાં હારી ગયા હતા. શ્રી મોરારજી દેસાઇના વડપણ જનતા પક્ષની સરકાર રચી, જેમાં જનસંઘના પ્રતિનિધિઓ તરીકે શ્રી વાજપેયીને વિદેશ પ્રધાન અને શ્રી અડવાણીને માહીતી પ્રસાર ખાતાના પ્રધાન બનાવાયા હતા.

આ સરકારે શ્રીમતિ ઇંદીરા ગાંધીની સામે કટોકટી લાદવાની શિક્ષા ‚પે સંખ્યાબંધ પગલાં લીધા. તેમાનું એક તેમનું સંસદસભ્યનું પદ રદ કરવામાં આવ્યું. તેમની સામે જુદા જુદા તપાસ પંચો નિમાયા, અને લોકસભાની ચુંટણી કદાપિ ન લડી શકે એવા ઠરાવની તૈયારી કરી… તેઓ આંધ્રમાં પેટા ચુંટણી જીતીને ફરી સાંસદ બન્યા ત્યારે પણ તેમને લાયકાતના ધોરણે ગેરલાયક ઠરાવાયા… જો કે જનતા સરકાર તૂર્તમાં તૂટી પડી હતી.

કટોકટી વખતે જયપ્રકાશ નારાયણે પોલીસ તંત્ર તથા લશ્કરને તેમની સરકારના હુકમો નહિ માનવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો..આવા રાજકીય હવામાન વચ્ચે લોકસભાની ચૂંટણી કરી લેવાનો નિર્ણય લેવાયો.શ્રીમતિ  ઇંદીરા ગાંધીએ એ ચુંટણી જંગમાં ઝૂકાવવાનો નિર્ણય લીધો હતો. અને દેશભરમાં બે તૃતિયાંશ બહુમતિથી જીતીને જનતા પોતાની સાથે છે એવી રાષ્ટ્રને પ્રતીતિ કરાવી હતી. તે વખતે તેમના પુત્ર સંજય ગાંધી હયાત હતા મેનકા પણ તેમની સાથે જ હતા.

શ્રીમતિ ઇંદીરા ગાંધીના બે તૃતિયાંશ બહુમતિ સાથે પુનરાગમનથી દેશમાં જબરી રાજકીય હલચલ મચી હતી.એ વખતે સંજય ગાંધીને એક પત્રકારે એવો પ્રશ્ર્ન કર્યો હતો કે તમારી સામે જબરી રાજકીય આંધી હોવા છતાં તમે આટલા જુસ્સાથી કેમ લડી શકયા? એના જવાબમાં તેમણે એમ કહ્યું હતું કે, આઇ ફોટ, એન્ડ ફોટ, એન્ડ ફોટ અને અનચેઇન્જીંગ લો ઓફ લાઇફ..

આ વખતની ચુંટણીમાં ભાજપનો અભૂતપૂર્વ વિજય થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દેશની પ્રજાના હ્રદય-મનમાઁ છવાઇ ગયા છે. એમ કહી શકાય કે શ્રી મોદી વિશ્ર્વસ્તરના નેતા બની ગયા છે. તેમણે દેશને કોંગ્રેસ મુકત કર્યાનો યશ તેઓ લઇ શકે છે. ‘એકઝીટ પોલ’ના તમામ આંડકા ખોટા પડયા. અને મતની સરસાઇ તથથા જીતેલી બેઠકોની સંખ્યા ધારણા બહાર અનેક ગણા વધી ગયા એ ચમત્કાર જેવો તેવો નથી. નવી સરકાર પાસે આમ પ્રજાના અપેક્ષાઓ પાર વગરની છે જેમાં રોજગારી, સમાન નાગરીકો ધારો, બંધારણની કાશ્મીરને લગતી કમલો રદ કરવી, પાકિસ્તાનને ખોખ‚  કરીને તે પુન: ભારતને ખોળે બેસે તેવું દબાણ, ભ્રષ્ટાચાર સામે યુઘ્ધ, ગરીબાઇની નાબુદી, મોંધવારી પર અંકુશનો સમાવેશ થાય છે.

ભારતની સામે કોંગ્રેસની આટલી જબરી પછડાટનું એક કારણ રાહુલની નેતાગીરી, અનુભવનો અને સાધન સામગ્રીનો અભાવ, આંતરીક એકતાનો અભાવ વગેરે હોઇ શકે. સોનિયા, મનમોહનનું નેતૃત્વ અને પ્રિયંકાનો સમયસર સાથ આજની પરિસ્થિતિમાં રાહતરુપ બની શકત! રાજકારણમાં ઇર્ષ્યા, અદેખાઇ, ટાંટિયા ખેંચ અહંકાર અને બેસુમાર મહત્વાંકાંક્ષા હાતિકર્તા બને જ એ આજની હાલતનો કોંગ્રેસ માટે ઉપદેશ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.