Abtak Media Google News

ટોચનો A++ કેટેગરીનો આતંકવાદી હિઝબુલ કમાન્ડર સહિત 5 આતંકીઓ ઠાર

જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળો દ્વારા ઓપેરેશન “ઓલ-આઉટ” ના ભાગરૂપે  કાશ્મીર ઘાટી સુરક્ષા દળોએ મોટી સફળતા મળી રહી છે, કલાકો સુધી ચાલેલાં એનકાઉન્ટરમાં ૫ ખતરનાક આતંકીઓ ઠાર થયાં છે. શોપિયાં એનકાઉન્ટરમાં હિઝબુલ આતંકી સદ્દામ પાડરનું મોત થતાં બુરહાન વાની ગેંગનો ખાત્મો થઈ ગયો છે. માર્યા ગયેલા આતંકીઓમાં પ્રોફેસરમાંથી આતંકી બનેલો શખ્સ પણ સામેલ છે. સદ્દામ ઉપરાંત ડોકટર મુહમ્મદ રફી ભટ્ટ, બિલાલ મૌલવી અને આદિલ મલિકને પણ ઠાર કરવામા આવ્યાં છે. જો કે આતંકી સાથેની અથડામણમાં બે જવાન ઘાયલ પણ થયાં છે જેમાં એક સેનાનો જવાન અને એક પોલીસનો જવાન છે. તો એન્કાઉન્ટરમાં એક નાગરિકનું મોત નિપજ્યું છે.

Terrorist
terrorist

આ પહેલાં શનિવારે શ્રીનગરના છત્તાબલમાં સુરક્ષા દળોએ અથડામણ દરમિયાન ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી મળી આવેલી વસ્તુથી ખ્યાલ આવ્યો કે આતંકીઓ લશ્કર-એ-તૈયબાના હતા.

પાંચ આતંકીઓને ઠાર માર્યાના સમાચાર ફેલાયા બાદ શોપિયાં, પુલવામા અને દક્ષિણ કાશ્મીરના અન્ય વિસ્તારોમાં સુરક્ષા દળો અને નાગરિકો વચ્ચે ઘર્ષણના બનાવો બન્યા છે જેમાં પાંચ નાગરિકોના મોતની માહિતી મળેલ છે

Kashmir-Violence
Kashmir-violence

હિઝબુલનો આતંકી સદ્દામ પાડર ઠાર થયેલાં આતંકીમાં એક હિઝબુલ મુઝાહિદ્દીનનો ટોપ કમાન્ડર સમીર ટાઈગર હતો. સમીર ટાઈગર 2016માં હિઝબુલમાં સામેલ થયો હતો. સમીર પુલવામાનો રહેવાસી હતી અને હિઝબુલના અનેક હુમલાઓમાં સામેલ હતો.
ઉપરાંત ડોકટર મુહમ્મદ રફી ભટ્ટ કાશ્મીર યુનિવર્સિટીનો પ્રોફેસર હતો અને તેને બોલાવવા માટે સુરક્ષા દળોએ તેના પરિવારને ઘટનાસ્થળે લાવ્યાં હતા કે જેથી તેને સામે લાવી શકાય., બિલાલ મૌલવી અને આદિલ મલિક માર્યા ગયા છે. બુરહાન બાદ સમીરને કાશ્મીરના પોસ્ટર બોય તરીકે રજૂ કરવામાં આવ્યો હતો.

બુરહાન બ્રિગેડમાં સામેલ એકમાત્રા જીવીત હિઝબુલ કમાન્ડર “ સદ્દામ પાડર હિઝબુલ”નો ટોચનો આતંકી કમાન્ડર હતો હવે બુરહાન બ્રિગેડનો એકપણ આતંકી જીવીત નથી.

શોપિયાં એનકાઉન્ટર દરમિયાન છુપાયેલાં આતંકીઓને પહેલાં સરેન્ડર કરવાનો અનુરોધ કર્યો હતો, જેને આતંકીઓએ ફગાવ્યો અને જવાબમાં ફાયરિંગ શરૂ કર્યું હતું. જેના જવાબમાં સેના દ્વારા કરવામાં આવેલા ફાયરિંગ સદ્દામ સહિત 5 આતંકીઓ ઠાર થયાં છે.

Jk Attack
terrorist attack

જમ્મુ કાશ્મીરના DGPએ જાણકારી આપતાં કહ્યું કે, “શોપિયાંમાં જૈનપોરા બડીગામમાં એનકાઉન્ટર ખતમ થઈ ગયું છે. 5 આતંકીઓના શબ જપ્ત કરાયાં છે. સેના, CRPF અને રાજ્ય પોલીસે ઘણું જ શાનદાર કામ કર્યું છે.”
આ વર્ષે અત્યારસુધીમાં 59 આતંકીઓને સાફ કરવામાં આવ્યાં છે.

જેના પરિણામે કાશ્મીરમાં આતંકવાદી સંગઠનોની પાસે લેબર ફોર્સની ઘટ થઈ ગઈ છે. ઓપરેશન ઓલઆઉટ ફેઝ ટૂમાં 14 આતંકીઓનું લીસ્ટ જાહેર કર્યું છે. જેમાં પહેલાં 10 દિવસમાં બેને ઠાર કરવામાં આવ્યાં છે. જયારે કે ઓપરેશનના ફેઝ વનમાં 30માંથી 25 આતંકી કમાન્ડરો માર્યા ગયા છે.

Kashmir News1
Army Kashmir

ઓપરેશન ઓલઆઉટ અંતર્ગત કાશ્મીર ઘાટીને આતંકવાદી મુક્ત કરાવવાના મિશન પર નીકળેલાં ભારતીય જવાનોએ ગત વર્ષે 208 આતંકીઓને ઠેકાણે લગાવ્યાં હતા.

રાજ્યના મુખ્યમંત્રી નીચે મુજબની પ્રતીક્રીયા આપી હતી


(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.