Abtak Media Google News

રાજસ્થાનમાં ગુર્જર સહિત પાંચ જાતિઓને 5 ટકા અનામત આપવા અંગેનો ખરડો બુધવારે વિધાનસભામાં પાસ થઈ ગયો. જેમાં સરકારી નોકરીઓની સાથે જ શૈક્ષેણિક સંસ્થાઓમાં અલગથી અનામત આપવાની જોગવાઈ છે. ગત છ દિવસોથી ગુર્જર સમાજ અનામત માટે આંદોલન કરી રહ્યાં છે.

બુધવારે પણ સીકરમાં રોડ જામ કરી રહેલાં આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ. પોલીસે લાઠીચાર્જ કરી લોકોને ભગાડ્યાં. જેની સાથે જ હિંડોન, મલરાના સહિત અનેક જગ્યાઓએ પ્રદર્શનકારીઓએ રેલ અને રસ્તાઓ બંધ કર્યા હતા.

સવર્ણ અનામતનો કાયદો કેન્દ્ર સરકાર પહેલા જ પસાર કરી ચુકી છે. પરંતુ રાજ્ય સરકારે આ કાયદાને હજુ સુધી લાગુ કર્યો નથી. સરકાર સવર્ણો સાથે ગુર્જરોને 5% અનામત આપવાના પ્રસ્તાવ તૈયાર કરી શકે છે. રાજ્યમાં 5% અનામત આપવાની માગ અંગે છેલ્લા પાંચ દિવસોથી આંદોલનકારી ગુર્જરો સાથે વાતચીત કરવા માટે સરકારે ત્રણ મંત્રીઓની કમિટી બનાવી છે.

ગુર્જર અનામત અને ખરડા પર ચર્ચા કરવા માટે મંગળવારે દિવસભર સીએમઓમાં બેઠક ચાલી હતી. બપોરે કોર કમિટીની બેઠક બોલવાઈ હતી. જેમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત, ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ, વિધાનસભા અધ્યક્ષ ડો.સીપી જોશી, મંત્રી ઉદયલાલ આંજણા, ઉપરાંત ગુર્જર ધારાસભ્યો જિતેન્દ્ર સિંહ, અશોક ચાંદના, શકુંતલા રાવત, જીઆર ખટાના સામેલ થયા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી અશોક ગેહલોતની અધ્યક્ષતામાં બેઠક બોલાવાઈ હતી.જેમાં ગુર્જર અને સવર્ણ અનામતનાં મુદ્દા પર આશરે 2 કલાક સુધી ચર્ચા ચાલી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.