Abtak Media Google News

સેન્ટ્રલ વોટર કમિશન અને ગુગલ વચ્ચે કરાર થયા

ભૌગોલીક અને હાઈડ્રોલોજીકલ ડેટાનું પૃથ્થકરણ કરી પુરની ચેતવણી આપી શકાશે

દર વર્ષે દેશના કોઈને કોઈ રાજયમાં પુરના કારણે અનેક લોકોના મોત થાય છે. કરોડો રૂપિયાનું નુકશાન પુર પ્રકોપી થતુ હોય છે. ત્યારે માનવ જીંદગીઓ બચાવી શકાય તેવા હેતુી પુરની આગમચેતી માટે કેન્દ્ર સરકાર ગુગલની મદદ લેવા જઈ રહી છે. ટેકનોલોજી ક્ષેત્રે ગુગલ વિશ્ર્વની સૌથી અત્યાધુનિક કંપની છે. જે કુદરતી આફતો અંગે ભવિષ્યવાણી કરી શકે છે અને તે અહદઅંશે સાચી પણ પડે છે.

સેન્ટ્રલ વોટર કમિશન અને ગુગલ વચ્ચે ફલ્ડ ફોર કાસ્ટ સીસ્ટમ વિકસાવવા માટે તાજેતરમાં કરાર થયા હતા. આ એગ્રીમેન્ટ હેઠળ સેન્ટ્રલ વોટર કમિશન અને ગુગલ ભૌગોલીક અને હાઈડ્રોલોજીકલ ડેટાનું આદાન પ્રદાન કરશે. પરિણામે પુરની આગમચેતી આપવામાં સફળતા મળશે. ભારતમાં ફલ્ડ મેનેજમેન્ટ વધુ સંવેદનશીલ ગુગલની મદદી બનશે તેવી આશા જળ સંશાધન મંત્રી નીતિન ગડકરીએ વ્યકત કરી છે.

ગુગલ વિશ્ર્વની સૌથી મોટી પૈકીની ટેકનોલોજી ડેવલોપમેન્ટ કંપની છે જે સેટેલાઈટની મદદી કિલોમીટરર્સની ત્રિજયામાં વાતાવરણમાં ફેરફાર અને ભૌગોલીક પરિસ્થિતીનો તાગ મેળવી શકે છે. ગુગલ પાસેના સંશાધનો ખૂબજ સંવેદનશીલ છે. ઉપરાંત ગુગલની જીપીએસ પધ્ધતિ અને વર્ષોનો ડેટા પુર પ્રકોપ અંગેની આગમચેતી આપવામાં મદદરૂપ બની શકે છે.

સોશિયલ મીડિયા હબ બનાવવાનો સરકારનો નિર્ણય લોકો ઉપર અંકુશ મુકવા માટે?

તાજેતરમાં કેન્દ્ર સરકારે સોશ્યલ મીડિયા કોમ્યુનિકેશન હબ (એસએમસીએચ) બનાવવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય લોકોની સોશ્યલ મીડિયા એક્ટિવીટી ઉપર અંકુશ મુકવા લેવાયો હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. તૃણમુલ કોંગ્રેસના એમએલએ મહુઆ મોહિત્રાએ વડી અદાલતમાં પીટીશન દાખલ કરી છે અને પીટીશનમાં સરકારના નિર્ણયી રાઈટ ઓફ પ્રાઈવસીનો ભંગ થતો હોવાની દલીલ કરી છે. આ મુદ્દે વડી અદાલતના ન્યાયાધીશ એસ.અબ્દુલ નઝીર અને ઈન્દુ મલ્હોત્રાની વેકેશન ખંડપીઠે સુનાવણી હાથ ધરી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.